Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

વોશિંગટન:આકાશમાં પતંગિયા જેવી દેખાતી આકૃતિ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કારણ બની

નવી દિલ્હી: અંતરિક્ષમાં વિશાળ પતંગિયા જેવી આકૃતિની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે અને લોકોને ખુબ પસંદ પડી રહી છે. ખગોળશાસ્ત્રીઓ દ્વારા શોધાયેલી સ્પેસ બટરફ્લાય લોકોની જિજ્ઞાસાનું કેન્દ્ર બની ગઈ છે. વાદળી અને રિંગણિયા રંગના વાદળોવાળું પતંગિયુ હજારો પ્રકાશવર્ષ દૂર છે.

જો કે કોઈ પતંગિયું નથી પરંતુ ગેસથી બનેલી બલૂન જેવી પેટર્ન છે. ખગોળીય ઘટનાઓ પર નજર રાખતી એજન્સી European Southern Observatory (ESO) કહ્યું કે વાસ્તવમાં નેબુલા છે- ગેસનું વિશાળ વાદળું જે કોઈ મોટા તારની ચારેબાજુ બને છે અને તેમાં હજુ સુધી વિસ્ફોટ થયો નથી. ગેસનું બલૂન ખુબસુરત આકાર, રંગ અને વિશિષ્ટ પેટર્ન સાથે એકદમ પતંગિયા જેવું દેખાય છે.

(3:59 pm IST)