Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

લોસ એન્જલ્સમાં 6 વર્ષથી સાથે રહેતા બે સિંહના ઝૂમાં મૃત્યુ

નવી દિલ્હી: લોસ એન્જલસના ઝૂના બે સિંહ હ્યુબર્ટ અને કલિસા જીગરજાન મિત્રો હતા. 6 વર્ષથી બન્ને સાથે રહેતા હતા. બન્ને વચ્ચે એટલો લગાવ હતો કે તેમને છૂટા પાડવાનું અસંભવ થઈ ગયેલું. સામાન્ય રીતે ઝૂમાં રહેતા સિંહોની મહતમ વયમર્યાદા 14થી17 વર્ષ હોય છે. પરંતુ હ્યુબર્ટ અને કલિસા 21 વર્ષના થઈ ચૂકયા હતાં.

           વધતી ઉંમરને કારણે તેમને અનેક શારીરિક વ્યાધીઓ થવા માંડી હતી. શરીરથી ખૂબ નબળા પડી ગયા હોવા છતાં બન્ને સતત એકબીજાના સાંનિધ્યને પ્રેમથી માણતા જોવા મળતા હતા. આખરે તેમની હાલત જોતાં પ્રાથમીક સંગ્રહાલયના વેટરનરી ડોકટરોએ બન્નેને સિંહ જેવી સન્માનપૂર્વક આખરી વિદાય આપવાનો નિર્ણય લીધો હતો.. બન્નેને એક સાથે યુમનેલિયા દ્વારા અંતિમ વિદાય આપવામાં આવી હતીહ્યુબર્ટનો જન્મ શિકાગોના લિન્ક પાર્ક ઝૂમાં અને કલિસાનો જન્મ વુડલેન્ડ પાર્ક ઝુમાં થયો હતો. બન્નેની મુલાકાત લોસ એન્જલસના પ્રાણી સંગ્રહાલયમાં 2014માં પહેલી વખત થઈ હતી. પહેલી મુલાકાતમાં હ્યુબર્ટ અને કલિસા પાકા દોસ્ત બની ગયા હતા. હંમેશા સાથે રહેતા હતાં. પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા બન્ને આફ્રીકન સિંહો ભાગ્યે એકબીજાથી જુદા રહેતા હતા. જયારે પ્રાણી સંગ્રહાલયે હ્યુબર્ટ અને કલિસાની અંતિમ વિદાયની જાહેરાત કરી ત્યારે સ્ટાફને તથા અન્ય સૌની આંખો ભીંજાઈ ગઈ હતી. સિંહ યુગલનાં એકમેકના સાંનિધ્યને માણતી તસ્વીરો હૃદય પુલકીત કરી દે એવી છે.

(3:57 pm IST)