Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

બટાટાની અંદર રહેવાના શોખિન છે કેટલાક લોકો : એક દિવસ રોકાવાનું ભાડુ છે ૧૫ હજાર

ન્યૂયોર્ક તા. ૩ : દુનિયાના દરેક લોકોનું એક એવુ સપનું હોય છે કે, તેણે પોતાનું આગવુ એક આલિશાન શાનદાર ઘર હોય, જયાં તે શાંતિથી રહી શકે. એટલુ જ નહીં, પણ તે બીજી કોઈ જગ્યાએ રહેવા અથવા તો ફરવા જાય તો ત્યાં પણ કોઈ સારી એવી હોટલ મળી જાય. પોતાના ગ્રાહકોને ધ્યાનમાં રાખીને હોટલ માલિકો પણ સારામાં સારી સુવિધા આપતા રહે છે. જોકે, અમેરિકામાં એક એવી હોટલ છે, જેને જોઈને તમે હેરાન થઈ જશે. અહીં એક કંપની એયરબર્ને અનોખી હોટલ બનાવી છે.

જે બટાકાની જેમ દેખાય છે. જેની તસવીરો થોડા મહિના પહેલા સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ હોટલ અમેરિકાના સાઉથ બોઇસ આઈડાહોમાં ૪૦૦ એકર ક્ષેત્રની મધ્યમાં મોટા બટાકાના આકારમાં બનાવવામાં આવી છે. ખરેખર તે બટાકા નથી. બટાટા જેવું લાગે છે આ સ્ટ્રકચર એ સિમેન્ટ, કોંક્રિટ અને સ્ટીલથી બનેલી એક નાની હોટલ છે, તેનું નામ બિગ આઇડાહો પોટેટો હોટલ છે. જયારે તમે આ પોટેટો હોટેલની અંદર જાઓ છો, ત્યારે તમે જોશો કે બે લોકો માટે તેની અંદર રહેવાની બધી જ વ્યવસ્થા છે, જેમાં પથારી, સોફા, શૌચાલયો વગેરેનો સમાવેશ છે. યુએસ રાજય આઇડાહો બટાટાના ઉત્પાદન માટે આખા અમેરિકામાં જાણીતું છે. બટાટાની ખેતી માટે અહીંનું વાતાવરણ ખૂબ અનુકૂળ છે અને અહીં ઉત્પન્ન થયેલ બટાકાની ગુણવત્તા પણ અન્ય પ્રદેશોના બટાકાની સરખામણીએ સારી છે.

સંભવત આ જ કારણ છે કે એરબીએનબીએ તેની હોટલ માટે બટાકાના આકારની પસંદગી કરી. અન્ય હોટેલમાં રહેવું એ સસ્તું નથી. તેના કરતા અહીં એક દિવસનું ભાડુ ૨૦૦ ડોલર છે. એટલે કે, એક રાતના રોકાણ માટે તમારે લગભગ ૧૫ હજાર રૂપિયા ચૂકવવા પડશે. તો જ તમે હોટેલમાં રહી શકો છો.

(2:54 pm IST)