Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

6 દિવસ સુધી કારમાં ફસાયેલ મહિલાનો જીવ વરસાદના કારણોસર બચ્યો

નવી દિલ્હી: જેને રામ રાખે તેને કોણ ચાખે આ કહેવત એક દમ સત્ય સાબીત થઇ છે એક મહિલા 6 દિવસ સુધી કારમાં ફસાઈ ગઈ હોવા છતાં પણ તે જીવતી બચી ગઈ છે એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બેલ્જીયમમાં કોરિન બેસ્ટાઇન નામની એક મહિલાની કાર જંગલમાં ફસાઈ ગઈ હતી અને તેને બહાર નીકળવાની તક ન મળી અને તે કારમાં સતત 6 દિવસ સુધી ફસાઈ રહી હતી અને આ કારણોસર તે વરસાદના કારણે બચી ગઈ વરસાદનું પાણી  પી ને તે આટલા દિવસ સુધી કારમાં બચી રહી હતી પરંતુ બહાર નીકળતી વેળાએ તતેમને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:17 pm IST)