Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

વાળ કરતા પણ પાતળા લેન્સની મદદથી હવે તબીબો કરશે શરીરની આંતરિક તપાસ:સંશોધન

નવી દિલ્હી: વાળ કરતાં પણ પાતળો લેન્સનો ઉપયોગ કરીને તબીબો હવે ઝીણવટથી શરીરમાં આંતરિક તપાસ કરી શકશે. વળી જાણીને આૃર્ય થશે કે લેન્સ કરોળિયાના જાળામાંથી બનાવેલો છેએમ તો કરોળિયાના જાળામાંથી ઘણા મેડિકલ ઉપકરણો બનાવાય છે, તેથી કરોળિયાનું જાળું તબીબી ક્ષેત્રે ખાસ નવું નથી. પરંતુ અત્યારે શરીરમાં જઈને બારીકાઈથી અભ્યાસ કરવા માટેની ટેક્નિક કરતાં નવી લેન્સ ટેક્નિક વધુ લાભકારી બની રહે એમ છે.

             કરોળિયાના રેશમનો ઉપયોગ ઘણા મેડિકલ ઉત્પાદનોમાં થાય છે. રેશમ સિન્થેટિક ફાઇબર કરતાં પણ સારું હોય છે અને તે શરીરના કોષોને નુકસાન નહીં કરે તેનું લાભકારી પાસું છે.

(5:46 pm IST)