Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

વિયેતનામમાં આવેલ છે વિશ્વની પ્રથમ ગોલ્ડ હોટલ

નવી દિલ્હી: થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે વિયેટનામના હેનોઈમાં વિશ્ર્વની પહેલવહેલી ગોલ્ડ-પ્લેટેડ હોટલ ખુલવા જઈ રહી છે. જો કે હવે હોટલ ખુલી ગઈ છે અને એની અંદરનો નજારો કેવો ચમકીલો છે એની તસ્વીરો પણ બહાર આવી ગઈ છે.

               સોને મઢેલી હોટલની બહારની દિવાલો સોનાથી પીળી છે એવુ નથી, પણ અંદર પણ દિવાલો, દરવાજા, છત બધુ ગોલ્ડ-પ્લેટેડ છેઅહીંની રૂમના દરવાજાના નોબ હોય કે બાથરૂમનુ ટબ, ટોઈલેટનુ કમોડ હોય કે વોશ બેસિન, ઈન્ફિનિટી પુલ હોય કે ખાવાનુ પિરસવામા વપરાતી કટલેરી બધુ સોને મઢેલુ છે.

(5:41 pm IST)