Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

અજબ ડોગીઃમાથું ડેકસહુન્ડ પ્રજાતિનું અને ધડ ડેલ્મેશિયનનું

 આ સાથે મૂકેલી તસવીરમાં જે ડોગી દેખાય છે એ બે પ્રજાતિનું મિશ્રણ હોય એવું લાગે છે. તેની બોડી સફેદ અને કાળાં ડોટ્સથી ભરેલી છે, જયારે તેનું ધડ બ્રાઉન અને બ્લેક રંગના ડોગીનું છે. 'મૂ'નામના આ ડોગીના દેહમાં બે પ્રજાતિઓનો સંગમ છે. એનું માથું જોતાં એ ડેકસહુન્ડ પ્રજાતિનો શ્વાન જણાય અને ધડ જોતાં એ ડેલ્મેશિયન પ્રજાતિનો શ્વાન જણાય છે. પાયજામો કે કોસ્ચ્યુમ પહેર્યો હોય એવો એનો દેખાવ છે. એ દેખાવ પાછળ કોઈ રહસ્યમય કારણ પણ નથી. તે જન્મથી વિશિષ્ટ દેખાવ ધરાવે છે અને એને બીજી કોઈ શારીરિક તકલીફ પણ નથી. સ્વસ્થ અને સારું આરોગ્ય ધરાવતો શ્વાન છે, જે અલગ પ્રકારના દેખાવને કારણે સ્વાભાવિક રીતે જ સોશ્યલ મીડિયા પર પ્રસારિત થયો છે.

ઇન્સ્ટાગ્રામ પર ૨૧,૦૦૦થી વધારે ફોલોઅર્સ સાથે મૂ નામનો એ લિટલસ્ટાર ડોગી ટૂંક સમયમાં ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર તરીકે ખ્યાતિ-દરજ્જો મેળવે એવી શકયતા છે.

(3:39 pm IST)