Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

બેકાર કચરામાંથી બનાવવામાં આવ્યું આ સુંદર મજાનું ઘર

નવી દિલ્હી:પ્લાસ્ટિકનો કચરો આખી દુનિયા માટે એક વિકટ સમસ્યા બની ગયો છે તેનાથી બચવા માટે દરેક સંભવ પ્રયત્ન કરવામાં આવે છે પ્લાસ્ટિક પ્રદુષણ ખુબજ ખતરનાક સાબિત થઇ શકે છે પરંતુ કેનેડાના બિલ્ડરોએ પ્લાસ્ટિકના કચરાને પર્યાવરણને અનુકૂળ રાખવાનો એક નવો નુસખો શોધી કાઢ્યો છે જોએલ જર્મન અને ડેવિડ સાઉલનીરનાં નેતૃત્વવાળી નિર્માણ કંપની જેડીએ પ્લાસ્ટિકના કચરાની મદદથી ત્રણ બેડરૃમવાળું એક મકાન તૈયાર કર્યું છે જે આ પ્રકારનું પ્રથમ ઘર છે. આ ઘર મેટાગન નદીની બાજુમાં બનાવવામાં આવ્યું હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:43 pm IST)