Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

પાકિસ્તાનમાં અપક્ષ ઉમેદવારે પ્રચાર માટે કચરાના ઢગલા પર બેસીને ખાધું

 આ મહિને પાકિસ્તાનમાં સંસદીય ચુંટણી થવાની છે ત્યારે કરાચીમાં એક અપક્ષ ઉમેદવારે લોકોનું ધ્યાન ખેંચવા માટે અનોખો ચુંટણી-પ્રચાર શરૂ કર્ર્યો છે. અયાઝ મેમણ મોતીવાલા નામના ભાઇએ મત માગતા માટે શહેરની સમસ્યાઓને હાઇલાઇટ કરી છે. તેમણે ખાસ ફોટો-સેશન કરાવીને પોતાના ફેસબુક અકાઉન્ટ પર શેર કર્યુ છે. કયાંક તેઓ રસ્તા પર ભરાયેલા સીવેજના પાણીના ખાબોચિયામાં પલાંઠી વાળીને બેસી કે સૂઇ ગયા છે તો કયાંક સીવેજના ખાડામાં કમર સુધી ફસાઇ ગયા હોય એમ ઊભા છે. અનેક જગ્યાએ અયાઝમિયાં ઉકરડાની વચ્ચે જઇને બેઠા છે. એક ઉકરડા પર તો તેમણે રીસસરનું ટેબલ લગાવીને ખાવાનું પણ ખાધું છે. અયાઝમિયાં ફેસબુક-લાઇવ પર જનતાને સંબોધીને આપવાના પ્રવચનો પણ ઉકરડામાં બેસીને આપે છે. ભાઇનું કહેવું છે કે સત્તાધારી પાર્ટી હોય કે વિપક્ષ, કરાચીમાં ઇન્ફ્રાસ્ટ્રકચર પર કોઇ ધ્યાન નથી આપતું. સ્વાભાવિક છે કે આવી અનોખી રીતે પ્રચાર કરતો ઉમેદવાર કરાચી જ નહી, આખા પાકિસ્તાનમાં ફેમસ થઇ ગયો છે.

(3:36 pm IST)