Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

તમારા અવાજનો ટોન સાંભળીને તમારૂ કદ અને બોડી કેવું હશે એ ધારી શકાય

તમારા અવાજમાં અગ્રેશન કેટલું છે એ પરથી તમે કેટલા સ્ટ્રોન્ગ કે વીક હશોએ નકકી થાય છે

લંડન, તા.૩:  હવે લોકો એકબીજાને જોયા વિના ફોન પર કલાકો સુધી વાતચીત કરતા હોય છે. એવા સમયે બજાના અવાજ પરથી તમારા મનમાં જે-તે વ્યકિતનું કલ્પનાચિત્ર ખડું થતું હોય છે.

બ્રિટનની યુનિવર્સિટી ઓફ સસેકસના નિષ્ણાતોનું કહેવું છે કે તમારા અવાજમાં અગ્રેશન કેટલું છે એ પરથી તમે કેટલા સ્ટ્રોન્ગ કે વીક હશોએ નકકી થાય છે. અવાજનો ટોન સાંભળીને તમારી ઊંચાઇ વધુ હશે કે ઓછીએ પણ ધારી શકાય છે.

 અભ્યાસકર્તાઓનું કહેવું છે કે પ્રાણીઓ અવાજનો ટોન સાંભળીને નકકી કરી લે છે કે એના પ્રતિસ્પર્ધીમાં કેટલી તાકાત હશે. એટલે જ જયારે બે પ્રાણીઓ વચ્ચે લડાઇ થતી હોય છે. ત્યારે બન્ને તરફથી અગ્રેસિવ ટોનમાં ઘરઘરાટી કે જોરજોરથી ભસવા જેવા અવાજો કાઢવામાં આવે છે. સંશોધકોનું માનવું છે કે જેમ પ્રાણીઓ ટોન પરથી પ્રતિસ્પર્ધીની છૂપી શકિતઓ સમજી જાય છે. એમ માણસોમાં પણ અવાજના ટોન પરથી મગજ કંઇક ધારણાઓ બાંધતું હોવું જોઇએ. આ માટે અભ્યાસકર્તાઓએ કેટલાક પાર્ટિસિપન્ટ્સનો  પહેલેથી રેકોર્ડ કરી રાખેલો અવાજ કેટલાક લોકોને સંભળાવ્યો. અવાજ રેકોર્ડ કરતાં પહેલાં તેમના અપર બોડીનું માપ અને ફિઝિકલ ક્ષમતાઓનાં પેરામીટર્સ નોંધવામાં આવ્યાં. વોલન્ટિયર્સને અવાજ પરથી જે-તે વ્યકિતની તાકાત અને હાઇટનું અનુમાન લગાવવાનું કહેવામાં આવ્યું હતું. અભ્યાસના અંતે નોંધાયું હતું કે અવાજ પરથી માણસો બીજાની તાકાત અને હાઇટની અંદાજ બાંધવામાં ઘણે અંશે ચોકકસ હોય છે.

(3:35 pm IST)