Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

ડાયાબિટીઝ માટે ઇન્જેકશનને બદલે ઇન્સ્યુલિન-પિલ્સ આવશે

લંડન, તા.૩: ખાસ કરીને જે લોકોને ટાઇપ-વન પ્રકારનો એટલે કે જુવેનાઇલ ડાયાબિટીઝ હોય છે તેમને નાની ઉંમરથી રોજ સવાર-સાંજ ઇન્સ્યુલિનનાં ઇન્જેકશન્સ લેવાં પડે છે. રોજ સોયની પીડા સહન કરવાનું કોઇના માટે સહેલું નથી હોતું. અમેરિકાના નિષ્ણાતોએ ડાયાબેટિક લોકોની જિંદગી થોડીક સરળ બને એવો ઇન્સ્યુલિન-ઓપ્શન શોધવામાં એક ડગલું આગળ વધ્યા હોવાનો દાવો કર્યો છે. હાર્વર્ડ જોન પોલ્સન સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટૂંક સમયમાં જ ઇન્સ્યુલિનની મોંએથી ગળવાની ગોળીઓ બનાવવાનું સંભવન બની શકે છે. અત્યાર સુધી મોંએથી લેવાનું ઇન્સ્યુલિન વિકસ્યું નહોતું એનું કારણ એ હતું કે આ હોર્મોન જઠર અને આંતરડાંની અંતઃત્વચામાં શોષાઇ શકતું નહોતું. જઠરમાં એસિડિક વાતાવરણ હોય છે જે આ હોર્મોનનાં પ્રોટીન માટે અનુ કૂળ નથી. આંતરડાંની અંતઃત્વચામાંથી એ શોષાઇને લોહીમાં ભળે એ પ્રક્રિયા એટલી ધીમી હોય છે કે એને લગભગ બિનઅસરકારક કહી શકાય. સંશોધકોએ આ બન્ને સમસ્યાઓનો ઉકેલ  શોધ્યો છે. એક તો ઇન્સ્યુલિન હોર્મોનનાં પ્રોટીનનું એવું રાસાયણિક વિભાજન કર્યુ છે જેથી એ આંતરડાંમાં શોષાવામાં અવરોધ પેદા ન થાય અને લિકિવડ ફોર્મમાં એ આંતરડાંની અંતઃત્વચામાંથી ડાયરેકટ શોષાઇ જાય. બીજી તરફ જઠરનું એસિડિક વાતાવરણ આ લિકિવડને અસર ન કરે એ માટે એસિડ-રેઝિસ્ટન્ટ કોટિંગ ધરાવતી કેપ્સ્યુલ પણ બનાવવામાં આવી છે. અભ્યાસકર્તાઓનું માનવું છે કે આ રીતે પેટમાં ગયેલું ઇન્સ્યુલિન સરળતાથી લોહીમાં ભળી શકાશે.

(11:55 am IST)