Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

તમારા બાળકો પણ આખો દિવસ ટીવી જુએ છો?

આજના સમયમાં ટીવી બધા ઘરની જરૂરિયાત બની ગઈ છે. ઘરમાં ટીવી ન હોય તો ઘર ખાલી લાગે છે. જો તમે પણ ટીવીના શોખીન છો. અને સતત લાંબા સમય સુધી ટીવી જુઓ છો તો તમે તમારા સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છો. તેનાથી સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓ થઈ શકે છે.

જ્યારે તમે લાંબા સમય સુધી ટીવી જોવો છો, તો આપણો પોશ્ચર અયોગ્ય હોય છે. તો ત્યારે કરોડરજ્જુનું હાડકુ અને ગરદનની સમસ્યાઓ થવાનું જોખમ વધી જાય છે.

માનસિક સ્વાસ્થ્ય પર અસર

ટીવી તમારા માનસિક સ્વાસ્થ્યને પણ અસર કરે છે. વધારે સમય સુધી ટીવી જોવાથી સ્વભાવ ચિડચિડીયો થઈ જાય છે તેમજ યાદશકિત અને નિર્ણયશકિત ઉપર પણ અસર પડે છે.

ભયાનક સીન

કેટલાક લોકો ટીવીમાં એવા સીન જોવાનું પસંદ કરે છે જે ભયાનક હોય છે. જેનાથી તમને અનિંદ્રા, તનાવ, બેચેની, વગેરે જેવી સમસ્યાઓ થવાની સંભાવના વધી જાય છે.

સમયનો દુરૂપયોગ

વધારે ટીવી જોવાનું સીધુ કારણ એ છે કે તમે તમારા સમયનો દુરૂપયોગ કરો છો. તમે જેટલો સમય ટીવી જોવામાં બગાડો છો, એટલા સમયમાં તમે કોઈ રચનાત્મક કાર્ય કરી શકો છો. ખાસ કરીને ટીવીના શોખીન બાળકોનું ભણતર કે અન્ય કોઈ કામમાં મન લાગતુ નથી. તેનાથી શારિરીક અને માનસિક શકિત કમજોર થવા લાગે છે.

લકવા થવાની સંભાવના

તમને કદાચ જાણીને નવાઈ લગાશે કે વધારે ટીવી જોવાથી શરીરના કોઈ પણ ભાગમાં પેરાલીસિસ અથવા લકવા થઈ શકે છે. તેથી જો તમે વધારે ટીવી જુઓ છો તો સાવધાન થવુ.

ગર્ભવતી મહિલાઓને નુકશાન

ગર્ભવતી મહિલાઓ માટે વધારે ટીવી જોવી નુકશાનકારક ગણવામાં આવે છે. તેનાથી તેના પર ટીવીના હાનિકારક કિરણોની ખરાબ અસર થાય છે. જેનાથી માં અને બાળક બંનેને નુકશાન થઈ શકે છે.

(9:14 am IST)