Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

હે ભગવાન....ટુરીસ્ટને આવકારવા કરવામાં આવી અજબ ગજબ ઓફર

નવી દિલ્હી: વિશ્વભરમાં કોરોનાના સંક્રમણે ટુરીઝમ ઇન્ડસ્ટ્રીઝ પર મોટો ફટકો માર્યો છે અને હવે જ્યારે લોકડાઉન વિદાય લઇ રહ્યું છે અને વિમાની સહિતની સેવાઓ પણ શરુ થશે. તે સમયે ટુરીઝમ પણ શરુ થશે તેવી આશા છે. યુરોપના દેશ સાઈપ્રસે લોકડાઉન પુરેપુરુ ખોલી નાખ્યું છે અને હવે તેના દેશમાં ટુરીઝમને આકર્ષવા માટે અનોખી ઓફર કરી છે. સરકારનું કહેવું છે કે જો કોઇ પ્રવાસી કોરોના પોઝીટીવ જાહેર થશે તો તેની સારવારનો તમામ ખર્ચ, આવવા-જવાનું ભાડુ, હોટલનું બીલ બધુ સરકાર આપશે. સાઈપ્રસની આવકના 15 ટકા ટુરીઝમમાંથી થાય છે.

(6:42 pm IST)