Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

અફઘાનિસ્તાન:કાબુલ સ્થિત મસ્જિદમાં બોંબ ધમાકાની ઘટનામાં 2ના મૃત્યુ

નવી દિલ્હી:અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક મસ્જિદમાં થયેલ બોંબ વિસ્ફોટમાં મસ્જિદના ઇમામ સહીત બે લોકોના મૃત્યુ નિપજ્યા છે તેમજ દુર્ઘટનામાં બે લોકોને ગંભીર  રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.

મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વિજર અકબર ખાન સાંજના 7 વાગ્યાને 25 મિનિટની આસપાસ મસ્જિદમાં નમાઝ અદા કરવા માટે એકઠા થયા હતા સમયે બોંબ વિસ્ફોટ થયો હતો ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે. હજુ સુધી હુમલાની જવાબદારી કોઈ પણ સંગઠન દ્વારા  લેવામાં આવી નથી.

(6:39 pm IST)