Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

અફઘાનિસ્તાનમાં 6500 પાકિસ્તાની આતંકવાદીઓ થયા સક્રિય:સંયુક્ત રાષ્ટ્ર

નવી દિલ્હી: આતંકવાદથી ત્રસ્ત અફઘાનિસ્તાનને લઇને સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટે ભારતની ચિંતામાં ભારે વધારો કર્યો છે. ગૃહયુદ્ધ સામે ઝઝૂમી રહેલા અફઘાનમાં પાકિસ્તાનના 6500 આતંકીઓ સક્રિય છે અને લડાઇ રહી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ મુજબ આંતકીઓમાં લશ્કર તૈયબા અને જૈશ મોહમ્મદના 1000થી વધુ આતંકીઓ સામેલ બીજી તરફ અમેરિકા પણ અફઘાન છોડવાનો નિર્ણય લઇ ચૂક્યુ છે અને તેની સેનાને પરત બોલાવી રહ્યુ છેજેના લીધે અફઘાનિસ્તાન આંતકીઓના તાબે થાય એવી આશંકાઓ જન્મ લઇ રહી છે.

 

સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ મુજબ મોટાભાગના પાકિસ્તાની આંતકવાદીઓ તાલિબાની કટ્ટરપંથીઓ સાથે મળીને અફઘાનની સરકાર અને અમેરિકન સૈનિકો વિરુદ્ધ આતંકી કાર્યવાહીને અંજામ આપી રહ્યા છે. સયુક્ત રાષ્ટ્રએ તેના વાર્છિક અહેવાલમાં સ્પષ્ટતા સાથે જણાવ્યુ છે કે આજીવિકાની શોધમાં આશરે 6500 પાકિસ્તાની આતંકીઓ અહીં સક્રિય છે જેમની પર નજર રાખવી અત્યંત જરુરી છે.

(6:38 pm IST)