Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

ચીને યુદ્ધ માટેનો અભ્યાસ કર્યો શરૂ

 નવી દિલ્હી: ભારત-ચીન સરહદ વિવાદમાં ભલે બંને દેશ વાતચીત અને ડિપ્લોમસી દ્રારા મામલો ઉકેલવાની વાત કરી રહ્યા હોય પરંતુ પડદાની પાછળ બંને સેનાઓએ કોઈ પણ ઇમરજન્સીની સ્થિતિ માટે તૈયારીઓ કરવાની શરૂ કરી દીધી છે. મળતી જાણકારી મુજબ ચીની સેના ભારત-તિબેટ સરહદની પાસે યુદ્ધ અભ્યાસ કરી રહી છે. ચીને તિબેટ મિલિટ્રી કમાન્ડ પર માત્ર પહાડો પર લડવા માટે ઉપયોગમાં લેવાતાં હથીયાર મોકલ્યા છે. તેઓએ રાતના સમયે કેવી રીતે યુદ્ધ લડી શકાય તેનો પણ અભ્યાસ કર્યેા છે.

ચાઇનીઝ સેન્ટ્રલ ટીવી એક કાર્યક્રમ દરમિયાન યુદ્ધ અભ્યાસની જાણકારી આપી છે. અભ્યાસમાં આમને-સામનેની લડાઈ, સ્નાઇપર અટેક, લાઇટ આમ્ર્ડ વ્હિકલ અટેક અને એન્ટી ટેન્ક રોકેટ દ્રારા હત્પમલોનો અભ્યાસ કરવામાં આવ્યો. યુદ્ધ અભ્યાસમાં દુશ્મનને ભાળ થાય તે રીતે તેના બેઝ પર પહોંચવું અને તેને નષ્ટ્ર કરવાની ટ્રેનિંગ પર ભાર મૂકવામાં આવ્યો હતો. અભ્યાસ દરમિયાન ૨૦૦૦થી વધુ મોર્ટાર, રાઇફલ ગ્રેનેડ, એન્ટી ટેન્ક રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો.

(6:37 pm IST)