Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

ખુશ લગ્નજીવન લાંબુ જીવવામાં મદદરૂપ

. જો તમે ખુશખુશાલ લગ્નજીવન જીવતા હશો તો મૃત્યુને પણ તમને અલગ કરવા માટે લાંબા વર્ષો સુધી રાહ જોવી પડશે. લગ્ન જીવન જીવતા દંપતિ જે પોતાને ખુબ ખુશ ગણાવતાં હોય છે તેમને મૃત્યુ આવવાનું જોખમ ઓછુ ખુશ દામ્પત્ય જીવન જીવનારા યુગલોની સરખામણીએ ૨૦ ટકા ઘટી જાય છે.

હેલ્થ સાયકોલોજી જર્નલના તાજેતરના અહેવાલમાં અસંખ્ય દંપતિની લગ્નજીવન પરત્વેની સંતુષ્ઠીને કેન્દ્રમાં રાખી સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં હકારાત્મક પરિણામો જોવા મળ્યા છે. ૧૯૭૮ થી ૨૦૧૦ દરમિયાન લગ્ન થયેલા હોય તેવા ૧૯ હજાર જેટલા દંપતિ સાથે આ તારણ કાઢવામાં આવ્યું છે.  આ સર્વે દરમિયાન જે દંપતિએ પોતાના દાંપત્ય જીવનને 'વેરી હેપ્પી' અથવા 'પ્રિટી હેપ્પી' ગણાવ્યું છે તેમાં ઓછુ ખુશ દામ્પત્ય જીવન વીતાવતાં લોકો કરતાં મૃત્યુ આવવાનો ભય ૨૦ ટકા ઓછો છે. ઉમર, જાતી, જ્ઞાતિ, ભણતર અને ભોૈગોલિક પરિસ્થિતિનો પણ આ સર્વેમાં સંદર્ભ લેવાયો હતો.

(4:07 pm IST)