Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

સીરિયા આતંકી હુમલાથી ધણધણ્યું :અજાઝમાં બૉમ્બ બ્લાસ્ટ :14 લોકોના મોત :28થી વધુ ઘાયલ

શહેરના મધ્ય વિસ્તારમાં ભીડભાડવાળા વિસ્તારમાં વિસ્ફોટ

સીરિયા ફરી એકવાર આતંકી હુમલાથી ધણધણી ઉઠ્યુ છે. સીરિયાના ઉત્તર-પશ્ચિમી શહેરના અજાજમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 14 લોકોના મોત નિપજ્યાં છે.જ્યારે 28થી વધુ લોકોને ઈજા થતા તેઓને સારવાર અર્થે ખસેડાયા છે.

એક સ્થાનિક સૂત્રએ જણાવ્યું હતું કે વિસ્ફોટ શહેરના મધ્ય વિસ્તારમાં ભીડભાડવાળા વિસ્તારમાં થયો હતો. ઘટનામાં માર્યા ગયેલા લોકોની સંખ્યામાં વધારો થવાની ધારણા છે

 

આ અગાઉ શનિવારે સીરિયા ઉત્તર શહેરના એક્કામાં કુર્દ્ર નેતૃત્વવાળી સીરિયણ ડેમોક્રેટિક ફોર્સના કમાન્ડ સેન્ટરમાં એક કાર પર બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં દસ લોકો માર્યા ગયા હતા. આ હુમલામાં પાંચ નાગરિકો અને સીરિયન ડેમોક્રેટિક ફોર્સ (એસડીએફ) ના પાંચ સૈનિકો માર્યા ગયા હતા.

ઉલ્લેખનિય છે કે સિરિયા ISISનું ગઢ કહેવાય છે અને ISIS દ્વારા અહી અવારનવાર હુમલા કરવામાં આવે છે.જો કે આ હુમલા પાછળ કોનો હાથ છે તે અંગેનો હજી ખુલાસો થયો નથી

(2:25 pm IST)