Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

દુબઇમાં હરાજીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

વિશ્વની બીજી સૌથી મોંઘી નંબર પ્લેટ રૂપિયા ૭૬ કરોડમાં વેચાઇએએ૯ નંબર પ્લેટ માટે રૂ. ૭૬ કરોડ જ્યારે ૦૫૬ ૯૯૯ ૯૯૯૯ મોબાઇલ નંબર માટે રૂ. ૬ કરોડ ચૂકવાયા

દુબઇ,તા. ૩ : વિશ્વમાં સૌથી મોંઘી નંબર પ્લેટ અંગે અનેક ચર્ચાઓ જોવા મળે છે. ફરી એક વાર આવી જ વિશેષ સિંગલ ડિજિટ નંબર પ્લેટ એએ૯ માટે હરાજી કરવામાં આવી હતી. આ નંબર પ્લેટ ખરીદનારે નવો વિશ્વ વિક્રમ રચ્યો છે. આ નંબર પ્લેટને ૩.૮ કરોડ યુએઇ દિરહમ એટલે કે ૭૬ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી હતી.

નંબર પ્લેટોની હરાજીના આ કાર્યક્રમમાં આ નંબર પ્લેટ ઉપરાંત અન્ય નંબર પ્લેટોની પણ હરાજી કરવામાં આવી હતી. દુબઇ સ્પોર્ટસ કાઉન્સિલના ચેરમેન મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમ ગ્લોબલ ઇનિશિએટિવ્સએ દુબઇમાં સડક અને પરિવહન ઓથોરિટીના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ જ કાર્યક્રમમાં ૦૫૬ ૯૯૯ ૯૯૯૯ જેવો મોબાઇલ નંબર ૬ કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યો હતો. આ આયોજનમાં હરાજીથી મળેલ રકમનો ઉપયોગ પવિત્ર રમઝાન મહિનામાં ૩૦ દેશોની વ્યકિતઓ અને પરિવારો માટે પાર્સલ સ્વરૂપે ભોજન ઉપલબ્ધ કરાવવા માટે કરવામાં આવશે. હરાજી શરૂ થતા જ બે દાનવીરોએ ૫,૫૦,૦૦૦ દિરહમ દાનમાં આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ હેઠળ ફકત ૧૦ જ દિવસમાં ૧,૮૫,૦૦૦ દાતાઓની મદદથી કુલ ૧૦ કરોડ દિરહમ એકત્ર કરવામાં આવ્યા છે.

(10:02 am IST)
  • IPL માં કોરોના સંકટ -કોલકતા ટીમના 2 ખેલાડીઓ બાદ ચેન્નઈ સુપરર્કિંગના 2 ખેલાડી તેમજ પંજાબનો 1 ખેલાડી કોરોના સંક્રમિત access_time 7:13 pm IST

  • ચોંકાવનારા સમાચાર !! : મહારાષ્ટ્ર સરકારનું કહેવું છે કે, રાજ્યભરમાં હવે માત્ર 16,698 રસી ના ડોઝ રહ્યા છે. મહારાષ્ટ્ર પાસે 45 વર્ષથી ઉપરના લોકો માટે રસીનો પુરવઠો છે જ નહીં : પંજાબ સરકારે પણ કેન્દ્ર સરકાર પાસે તાત્કાલિક મદદ માંગી છે. આજની તારીખે, રાજ્યભરમાં હવે માત્ર 27,148 રસીના ડોઝ હોવાનું જણાવ્યું : ઉત્તરાખંડ સરકાર પાસે પણ માત્ર 10,449 રસીનો જથ્થો સ્ટોકમાં હોવાનું જાણવા મળે છે : આ સાથે 17 રાજ્યોને કોરોના રસીના નવા સ્ટોક ચેનલની ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જાણવા મળે છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 8:58 pm IST

  • ભાવનગર-બોટાદના સાંસદ ભારતીબેન શિયાળને કોરોના પોઝિટિવ આવેલ છે. સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકોને જાણ કરી છે. ભારતીબેન હોમ કોરોન્ટાઈન થયા છે. પોતાના સંપર્કમાં આવેલ તમામ લોકોને રિપોર્ટ કરાવી લેવા વિનંતી કરી છે. ભાવનગર-બોટાદના સાંસદ ભારતીબેન શિયાળને કોરોના પોઝિટિવ આવ્યો access_time 5:56 pm IST