Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

ઓસ્ટ્રેલિયામાં ત્રણ આંખ ધરાવતો 'કાર્પેટ પાયથન'પ્રજાતિનો સાપ મળી આવ્યો

ત્રણ મહિનાની ઉંમરના સાપનું અઠવાડીયા બાદ ખોરાક ન ખાય શકવાથી મૃત્યુ

સીડનીઃ ઓસ્ટ્રેલિયાના વન્યજીવ અધિકારીઓએ ત્રણ આંખ ધરાવતા એક સાપના ફોટો શેર કર્યા હતા જે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આ સાપ ઓસ્ટ્રેલિયાના નોર્થન હાઈવે પરથી મળી આવ્યો હતો અને નજીકથી જોવા પર તેના માથા પર ત્રીજી આંખ ધ્યાનમાં આવતી હતી. પાર્ક રેન્જર્સે આ સાપનું નામ શ્નજ્રાટત્નઁક પાયથન' રાખ્યું હતું અને તે મળી આવ્યા બાદ એકાદ સપ્તાહમાં જ મૃત્યુ પામ્યો હતો. જાણવા મળ્યા મુજબ ત્રણ આંખ ધરાવતો તે સાપ આશરે ત્રણ મહિનાનો હતો અને તેની લંબાઈ ૪૦ સેન્ટીમીટર હતી. આ સાપ સરખી રીતે ખોરાક નહોતો ખાઈ શકતો જેથી મૃત્યુ પામ્યો હતો.

વન્યજીવ વિશેષજ્ઞાોને માર્ચ મહિનામાં ત્રણ આંખ ધરાવતો અનોખો સાપ મળી આવ્યો હતો. તેઓ સાપની ખૂબ જ યોગ્ય રીતે સારસંભાળ લઈ રહ્યા હતા પરંતુ તેને બચાવવામાં અસફળ રહ્યા હતા. મોંટી સમગ્ર ઓસ્ટ્રેલિયામાં આસાનીથી મળી આવતી 'કાર્પેટ પાયથન' પ્રજાતિનો સાપ હતો. આ પ્રજાતિના સાપ ઝેરીલા નથી હોતા તેવું માનવામાં આવે છે. નવાઈની વાત એ છે કે મોંટીની ત્રીજી આંખ પણ તેની બાકીની બે આંખની માફક સરખી રીતે કામ આપતી હતી.

ત્રણ આંખવાળા સાપનો એકસરે પણ કરાવાયો હતો જેમાં માથાના ઉપરના ભાગમાં રહેેલી ત્રીજી આંખ પ્રકૃત્તિની દેન હોવાનું સાબિત થયું હતું. સાપના માથામાં બે ખોપડી નહોતી પરંતુ એક જ ખોપડીમાં ત્રણ આંખો હતી જે ભૂ્રણના શરૂઆતના સમયથી જ વિકાસ પામી હશે. ડાર્વિનથી દક્ષિણ પૂર્વ દિશામાં ૪૦ કિમી દૂર આવેલા હંપ્ટી ડૂ શહેરના હાઈવે પરથી આ સાપ મળી આવ્યો હતો અને રેન્જર્સે એકાદ સપ્તાહ સુધી તેની સંભાળ રાખી હતી.

(4:07 pm IST)