Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

યુએઇમાં પતિએ પબ્જી રમવાની ના પાડતાં પત્નીએ છુટાછેડા માગ્યા

દુબઇ તા ૩ :  પબ્જી ગેઇમને લઇને વધુ એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે. ગલ્ફ ન્યુઝ અનુસાર યુઇએમાં લગભગ ૨૦ થી ૨૫ વર્ષની એક યુવતીએ તેના પતિથી તલાક લેવાની અરજી કરી છે અને એ માટે જવાબદાર છે પબ્જી ઓનલાઇન ગેમ. વાત એમ છે કે મહિલાને તેના પતિએ આ ગેમ રમવાની પરવાનગી નહોતી આપી એટલે અકળાયેલી મહિલાએ છુટાછેડા માગ્યા છે. તેણે અરજીમાં લખ્યું હતું કે એન્ટરટેઇનમેન્ટ શેમાંથી લેવુ એની પસંદગીનો અધિકાર તેના પતી છીનવી રહ્યો છે. મહિલાએ એવો પણ દાવો કર્યો હતો કે તે આ ગેમ કોઇ અજાણ્યા ગેમર્સ સાથે નહી, પણ માત્ર ફ્રેન્ડ્સ અને રિલેટીવ સાથે જ રમે છે.

(12:34 pm IST)