Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

યુએઇમાં છે ખાસ બાજ પક્ષીઓ માટે દુનિયાની સૌથી મોટી હોસ્પિટલ

અબુધાબી : સંયુકત આરબ અમિરાતના અબુધાબીમાં એક હોસ્પિટલમાં માત્ર બાજ પક્ષીનો જ ઇલાજ કરવામાં આવે છે. સાઉદી અરેબિયામાં અનેક આરબો બાજ પક્ષી પાળવાનો શોખ ધરાવે છે. એવામાં આ પંખીની સારવાર માટે પણ અદ્યતન સુવિધા હોસ્પિટલમાં ઊભી કરવામાં આવી છે. એમાં બીમાર બાજ પર સર્જરી થઇ શકે એ માટે આધુનિક સંસાધનોવાળું ઓપરેશન થિયેટર અને ઇમર્જન્સી વોર્ડ પણ છે. બાજ પાળવાનું આરબો માટે સમૃદ્ધિની નિશાની છે. આ હોસ્પિટલ બાજને થતી અવનવી બીમારીઓ પર સંશોધન, નવી દવાઓની શોધ અને તાલીમ આપવા માટેનું મહત્વનું કેન્દ્ર છે. આ હોસ્પિટલમાં બાજની સારવાર રાહતના દરે કરી આપવામાં આવે છે અને તમે દુનિયાના કોઇપણ ખૂણેથી અહીં બાજને સારવાર માટે લાવી શકો છો.

(9:40 am IST)