Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

લિપસ્ટીકની પણ હોય છે કેટલીય વેરાયટીઃ લીપટોન પ્રમાણે કરો પસંદગી

લિપસ્ટીક તમારા હોઠને સુંદર બનાવવાનું કામ કરે છે. પરંતુ, તેની પસંદગી દરમિયાન તમને તમારા હોઠો અને બજારમાં મળતી વેરાયટી વિશે જાણકારી હોવી જરૂરી છે. સામાન્ય રીતેે મહિલાઓ ગ્લોઝ અથવા પ્લેન લિપસ્ટીકની પસંદગી કરે છે. પરંતુ, આજકાલ કેટલીય વેરાયટી તમને જોવા મળશે.

 જે મહિલાઓના હોઠ હંમેશા સૂકા રહેતા હોય, તેને ક્રેયોન લિપસ્ટિકની પસંદગી કરવી જોઈએ. આ કેટલાય રંગો અને ટેકસચર્સમાં આવે છે. તેમાં તમને લિપસ્ટિક અને લિપબામ બંનેના ફાયદા મળશે. તે તમારા હોઠોને નરીશ અને મોશ્ચરાઈઝ કરે છે અને લાંબા સમય સુધી ખરાબ પણ નથી થતી. પાતળા હોઠો માટે ગ્લોસી લિપસ્ટીકનો ઉપયોગ કરવો યોગ્ય છે. તે પળભરમાં તમારા હોઠને સાઈની લુક આપવાની સાથે હોઠ મોટા દેખાય છે. પરંતુ, જો તમે લાંબા સમય સુધી તેને લગાવવા માંગો છો, તો તમારે વારંવાર ટચ-અપ કરવુ પડશે. કારણ કે અન્ય લિપસ્ટીકની તુલનામાં આ  ઝડપથી ફેડ થઈ જાય છે.

દરરોજ ઉપયોગ કરવા માટે શીયર લિપસ્ટીક એક ઉત્તમ વિકલ્પ છે. તે તમને નેચરલ લુક આપશે.  બસ તેને લગાવતા પહેલા થોડુ લિપબામ અથવા કંસીલર લગાવી સ્મૂધ બેઝ બનાવો અને પછી લિપસ્ટીક કરો.

(9:43 am IST)