Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

દક્ષિણ આફ્રિકાના કેપટાઉનના દરિયાકિનારે અસંખ્ય માછલીઓ શંકાસ્પદ રીતે મૃત હાલતમાં મળી આવતા ચકચાર

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાના કેપટાઉનના દરિયાકાંઠે અસંખ્ય માછલીઓ શંકાસ્પદ રીતે મૃત હાલતમાં મળી આવી હતી. માછલીઓના ઝેરથી મૃત્યુ થયાનું પ્રાથમિક તારણ રજૂ થયું હતું. પફરફિશ પ્રકારની જાતિની માછલીઓ છે. કેપટાઉનના દરિયાકાંઠે ચાલી રહેલાં બ્રિટિશ વિજ્ઞાાની ડૉ. ટેસ ગ્રિડલીએ મુઈઝેનબર્ગ બીચમાં ૩૦૦-૪૦૦ માછલીઓ મરેલી જોઈ હતી. ફિશરીઝ વિભાગે તાત્કાલિક ઘટનાની તપાસ કરી હતી. એમાં જણાયું હતું કે માછલીઓ પફરફિશ પ્રકારની જાતિની છે. માછલીઓ ઝેરી ગણાય છે અને તેનું ઝેર સાયનાઈટ કરતાં પણ વધુ ઘાતક હોય છે. ઘટના પછી સ્થાનિક લોકોને દરિયાકાંઠે જવાની સલાહ અપાઈ હતી. માછલીઓને ખાવાથી હૃદયને ગંભીર નુકસાન પણ થઈ શકે છે. સ્થાનિક લોકોને સૂચના અપાઈ હતી કે પાલતુ ડોગ્સને લઈને પણ થોડો વખત બિચમાં નીકળવું નહીં. માછલીઓના મૃત શરીરમાંથી ન્યૂરોટોક્સિન ટેટ્રોડોટોક્સિન જેવા પ્રાણઘાતક તત્વો વછૂટતા હોવાથી તેની નજીક જવું હાનિકારક છે. માછલીઓ ક્યા કારણથી મૃત્યુ પામી છે તેની તપાસ હાથ ધરાઈ છે. મરિન ઓથોરિટીના અધિકારીઓએ કેટલી માછલી મૃત્યુ પામી તે અંગે પણ તપાસ શરૃ કરી છે. કદાચ આંકડો હજાર કરતાં પણ વધુ હોવાની શક્યતા છે.

(6:23 pm IST)