Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

અમેરિકાની રાજધાની વોશિંગટનમાં ફાયરિંગની ઘટનાથી હાહાકાર મચી જવા પામ્યો

નવી દિલ્હી: અમેરીકા જેવા દેશ પર સૌની નજર હોવી સહજ વાત છે. મહાસત્તામાં જ્યારે આવી ફાયરીંગની ઘટના બને ત્યારે તે અનેક સવાલ ઉભા કરે છે. વખતે પણ રાજધાની વોશિંગ્ટનમાં ફાયરીંગ થતા સમગ્ર વિશ્વમાં હાહકાર મચી ગયો છે. કારણ કે સાૈના માટે પ્રશ્ન છે કે આવો ફાયરીંગનો બનાવ રાજધાનીમાં બનવો તે સામાન્ય બાબતમાં લેવાય તેવો નથી.

ફાયરીંગની ઘટના બાદ અમેરિકી સંસદની બિલ્ડિંગને લોકડાઉન કરવામાં આવી છે. કોઇ પરીંદો પણ ત્યાં પળ મારી શકે તેમ નથી. ફાયરીંગમાં એક વ્યક્તિનું મોત થયાની આશંકા પણ સવાઇ રહી છે. પરંતુ હવે સત્ય વાત ક્યારે બહાર આવે તેની જાણ થવી મુશ્કેલ છે. ગોળીબારમાં બે પોલીસકર્મી પણ ઘવાયા છે. બનાવના પગલે સિક્યુરિટી એજન્સીએ સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો છે. અને યુએસ પોલીસે સમગ્ર કામગીરી પોતાના હસ્તક લઇ લીધી છે.

(6:22 pm IST)