Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

૩ પેનિસ સાથે જન્મેલ બાળકે ઇતિહાસ રચ્યો

રિપોર્ટ ધ ઇન્ટરનેશનલ જનરલ ઓફ સર્જરી કેસ રિપોર્ટ્સમાં પબ્લિશ કરાયો છે

બગદાદ,તા. ૩: ડોકટર્સે એવો દાવો કર્યો છે કે ૩ પેનિસ સાથે જન્મેલો આ સૌપ્રથમ ઈરાકી છોકરો છે. ઈરાકના દુહોકમાં જન્મેલા આ છોકરાના અન્ય બે પેનિસને નીકાળવા માટે ડોકટર્સે સર્જરી કરવી પડી હતી. ડોકટર્સે એવો પણ દાવો કર્યો છે કે ઈરાકમાં ૩ પેનિસ સાથે જન્મેલા આ બાળકે સૌપ્રથમ આ પ્રકારે અજાણ્યી ખોડની સાબિતી આપી છે.

૩ પેનિસ સાથે જન્મેલા આ બાળકે જાણે કે મેડિકલના ક્ષેત્રે ઈતિહાસ રચ્યો છે. આ બાળકને જયારે તેના માતા-પિતા સૌપ્રથમ વખત હોસ્પિટલ લઈને આવ્યા હતા ત્યારે તે ૩ મહિનાનું બાળક હતું. ડોકટર્સે જયારે આ બાળકની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ બાળકને અન્ય બે પેનિસ છે. આ કેસનો રિપોર્ટ ધ ઈન્ટરનેશનલ જરનલ ઓફ સર્જરી કેસ રિપોર્ટ્સમાં પબ્લિશ કરાયો છે.

મળતી માહિતી મુજબ, વર્ષ ૨૦૧૫માં ભારતનો પણ આ પ્રકારે એક કેસ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો પણ મેડિકલ જરનલમાં તેની કોઈ વધારે વિગત નહીં હોવાના કારણે તેની કોઈ સાબિતી નથી. જયારે ડોકટર્સે આ બાળકની મેડિકલ તપાસ કરી ત્યારે તેઓને જાણવા મળ્યું હતું કે તેના બે અન્ય પેનિસ પૈકી એક ૨ સેમીનું અને અન્ય ૧ સેમીનું પેનિસ હતું. આ બાળક કેવી રીતે ૩ પેનિસ સાથે જન્મ્યું તે પણ જાણે કે એક રહસ્ય છે તેવું ડોકટર્સ જણાવે છે. માટે આ બાળકના અન્ય બે પેનિસને નીકાળવા માટેની સર્જરી હાથ ધરાઈ હતી.

ઓપરેશન બાદ જયારે ફોલો અપ માટે તેમણે મુલાકાત લીધી ત્યારે પછી કોઈ પ્રકારની સમસ્યા નહીં હોવાનું જાણવા મળ્યું હતું. આ મેડિકલ જરનલમાં ડોકટર્સે નોંધ્યું છે કે એક બાળકને ૩ પેનિસ હોવાનો આ પ્રથમ કેસ અમારી સમક્ષ નોંધાયો છે. આ બાળકના અન્ય ૨ પેનિસ કાર્યરત નહીં હોવાના કારણે સર્જરીમાં ઓછા પ્રશ્નો નડ્યા હતા.

(10:13 am IST)