Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

ચીનમાં લોકોની જિંદગી સ્માર્ટ ફોનના એક સંકેતથી ચાલવા લાગી

નવી દિલ્હી: ચીનમાં કોરોના વાઈરસના પ્રકોપ બાદ લોકોની જિંદગી સ્માર્ટ ફોનના એક ગ્રીન સિમ્બોલ (સંકેત)થી ચાલવા લાગી છે, લીલો સંકેત એક એવો સ્વાસ્થ્ય સંકેત છે. વ્યકિત સંક્રમણથી મુકત છે. ચીનના વુહાન શહેરમાં કોઈ પણ સબવે, હોટેલ, મેટ્રો સ્ટેશન, બસ, રેલ, શોપીંગ સેન્ટર, ફેકટરીઓ, કાર્યાલય અને દુકાનમાં જવા માટે સ્વાસ્થ્ય કાંડ ગ્રીન સિમ્બોલ દેખાયા બાદ પ્રવેશ મળે છે. ટ્રેનોમાં નકકી દૂરી જાળવી રાખવા પણ સંકેત લાગ્યા છે.

            જો લાલ સંકેત મળે તો તેનો મતલબ છે વ્યકિત સંક્રમિત છે અને તેને કયાંય પ્રવેશ નથી મળતો. કપડાનું ઉત્પાદન કરતી કંપ્નીની એક મેનેજર વુ શેંગહોંગે બુધવારે વુહાનના સબવે સ્ટેશન પર પોતાનો સ્માર્ટ ફોન કાઢયો અને ત્યાં લાગેલા એક પોસ્ટરના બારકોડને સ્કેન કર્યો તેનાથી તેનુ ઓળખપત્ર નંબર અને લીલો સંકેત આવી ગયો ત્યાર બાદ ગાર્ડે તેને આગળ જવા દીધી

(6:07 pm IST)