Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

કોરોના વાયરસના કારણોસર ધરતી બની સ્થિર:ધરતીનું કંપન થઇ રહ્યું છે ઓછું: વૈજ્ઞાનિકોએ કર્યો દાવો

નવી દિલ્હી: કોરોના વાયરસને કારણે હવે આપણી ધરતી સ્થિર થઇ છે. લૉકડાઉન બાદ હવે તે પહેલા જેટલી ધ્રુજતી નથી. વૈજ્ઞાનિકોની શોધમાં જાણવા મળ્યું છે કે સમયે જ્યારે આખી દુનિયામાં લૉકડાઉન છે. આપણી ધરતીનું કંપન ઓછુ થઇ ગયું છે.

             આખી દુનિયામાં ધ્વનિ પ્રદૂષણ એટલુ ઓછુ થઇ ગયું છે કે હવે ભૂકંપ વૈજ્ઞાનિકો ખુબજ નાના સ્તરના ભૂકંપોને પણ માપી લઇ શકે છેજ્યારે લૉકડાઉનથી પહેલા આમ કરવું ખૂબ મુશ્કેલ બનતું હતું. મોટાભાગે જોવા મળ્યું છે કે આપણે જ્યાં રહીએ છીએ ત્યાં ઘોંઘાટ કરીએ છીએ. એટલો અવાજ કરીશું કે ચારેય તરફ ઘોંઘાટ ફેલાય જાય. ગાડીઓ, ફેક્ટરીઓ, હોર્ન વગાડવું, તોડફોડ અને નિર્માણ વગેરેથી નીકળનારી અવાજો ધરતીના કંપનને વધારી દે છે.

(6:05 pm IST)