Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

કોરોનાની મહામારી વચ્ચે ચીની નાગરિકોમાં નવા વાયરસ હંતાને લઈને હડકંપ મચી જવા પામ્યો

નવી દિલ્હી: સમગ્ર દુનિયામાં કોરોના વાયરસના કહેર યથાવત છે. કેટલાક દિવસ પહેલા સમાચાર સામે આવ્યા હતા કે, ચીનમાં હંતાવાયરસ (Hantavirus) ના કારણે એક વ્યક્તિનું મોત થઈ ગયુ છે. તે સમયે ચીને કહ્યુ હતુ કે, ગભરાવવાની જરૂર નથી, પરંતુ હવે ફરીથી ચીન કહી રહ્યુ છે કે, તેમના પર હંતાવાયરસ (Hantavirus) નો હુમલો ફરીથી થયો છે. જેને રોકવા માટે ચીની સરકાર એડીચોટીનુ જોર લગાવી રહી છે.

       ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સને આપવામાં આવેલ ઈન્ટરવ્યૂમાં દક્ષિણી ચીનના ગુઆંગડોંગ પ્રાંતના ફોશાન શહેરના પ્રમુખ ડૉક્ટર બાઈ હોંગલિયાને કહ્યુ હતુ કે, હંતાવાયરસ આવ્યો છેજેનો બીજી વખત દેશ પર હુમલો થયો છે, પરંતુ હજુ સુધી વાયરસે કોઈ નુકસાન પહોંચાડ્યુ નથી.

(6:02 pm IST)