Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

સિંગાપોરમાં શાળા-કોલેજો સહીત મોટાભાગના કાર્યસ્થળો એક મહિના માટે બંધ કરવાની સરકારની જાહેરાત

 નવી દિલ્હી: સિંગાપોરમાં આગામી એક મહિના સુધી જરૂરી ચીજવસ્તુઓ અને મુખ્ય આર્થિક ક્ષેત્રો સિવાય બધુ બંધ રહેશે. ત્યાં એક મહિના સુધી તમામ શાળા-કોલેજો અને મોટા ભાગના તમામ કાર્યસ્થળો બંધ રહેશે. વડાપ્રધાન લી હસિયન લૂંગે શુક્રવારના રોજ કોરોના વાયરસના સંક્રમણને વધતું અટકાવવા માટેના ભાગરૂપે પ્રકારના સખત પગલા લીધા હોવાની જાહેરાત કરી હતી.

               સિંગાપોર સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે મંગળવારે, 2 એપ્રિલના રોજ કોરોનાના નવા 49 કેસ નોંધાયા હતા. જેમાં ત્રણ નાવ ક્લસ્ટર પણ મળી આવ્યા હતા. સિંગાપોરમાં સ્થાનિક લોકો અને વિદેશથી આવેલા લોકોમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધતું જોવા મળી રહ્યું છે એક અઠવાડિયામાં સંક્રમણનો આંકડો 1000થી ઉપર પહોંચી ગયો છે. શુક્રવારના રોજ ત્યાં કોરોનાના પાંચમાં દર્દીનું મૃત્યુ થયું હતું.

(6:00 pm IST)