Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

બાળકોને એકિટવ રાખવા ઘરના ગાર્ડનમાં જ રમતનું મેદાન બનાવી દેનાર પપ્પાને સોશ્યલ મીડિયા પર મળ્યો ડેડ ઓફ ધ યરનો ખિતાબ

લંડન,તા.૩:કોરોના વાઇરસને કારણે કરાયેલા લોકડાઉનમાં બાળકોને આનંદિત અને એકિટવ રાખવા ૩૯ વર્ષના ડેરેન વિલકોકસે તેના ઘરમાં જ ૨૨*૧૩ મીટરની પિચ તૈયાર કરી એનાથી મળેલા પરિણામને ટ્વિટર પર પોસ્ટ કર્યું છે, જેને પગલે તેને ડેડ ઓફ ધ યરનો અવોર્ડ મળ્યો છે. ટ્વિટર પર તેણે જણાવ્યું હતું કે લોકડાઉનને કારણે જે બાળકોનાનાં માતા-પિતા ઇમર્જન્સી સેવા સાથે સંકળાયેલા ન હોય તેમને ઘરે મોકલી દેવામાં આવ્યાં હતાં જેને પગલે તેના પુત્રના ફુટબોલના કલાસ અને પુત્રીના જિમ્નેસ્ટિકસના કલાસ બંધ થઈ ગયા હતા.

આથી લોકડાઉનમાં બાળકોને એકિટવ રાખવા તેણે આ માર્ગ અપનાવ્યો હતો. ડેરેન ૧૬ વર્ષની વયથી રગ્બીની પિચ તૈયાર કરવાનું કામ કરતો હોવાથી તેને માટે ફુટબોલની પિચ બનાવવું મુશ્કેલ નહોતું છતાં તેને લગભગ દોઢેક કલાકનો સમય લાગ્યો હતો પિચ તૈયાર કરવામાં. જોકે હવે તેનાં બાળકો ઘરમાં જ ફુટબોલ રમીને સમય પસાર કરી શકે છે.

(3:25 pm IST)