Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

ઘરમાં લોકડાઉન થવાથી વધી રહ્યો છે Stress?

સમગ્ર દુનિયામાં ૩૫૦,૦૦૦ થી વધારે લોકો કોરોના વાયરસના રડારમાં આવી ચૂકયા છે. ભારતમાં કોરોના વાયરસ પીડિતોની સંખ્યા વધીને ૫૦૦ સુધી પહોંચી ગઈ છે. સર્વત્ર લોકડાઉનની સ્થિતિ અંગે લોકો ઘરમાં રહે એવી અપીલ કરવામાં આવી છે. ઘરમાં પણ માનસિક તનાવ વધી શકે છે. પણ આવી સ્થિતિમાં ઘરમાં બેસીને કેટલીક ટિપ્સને ફોલો કરી શકાય છે. જો ઘરમાં બેસીને કંટાળી ગયા હોવ તો વાંચવા-લખવાનું શરૂ કરી દો. આ ઉપરાંત તમે પેન્ટિગ પણ કરી શકો છો. આ ઉપરાંત મનપસંગ મ્યુઝિક અને ગીત પણ સાંભળી શકો છો.

આવા માહોલ વચ્ચે આપણે સંબંધીઓ તથા મિત્રોને મળવાનું મન થાય એ સ્વાભાવિક છે. પણ આવી સ્થિતિમાં મિત્રોને વીડિયો કોલ કરી શકાય છે. હવે ગ્રૂપ કોલની સુવિધા પણ છે એટલે આ રીતે ડિજિટલ પ્લેટફોર્મ પર મળી શકાય છે. આ ઉપરાંત દરરોજ કસરત કરવાથી પણ સ્ટ્રેસ ફ્રી રહી શકાય છે. કસરત કરવાથી શરીરમાં હેપી હાર્મોન રીલિઝ થાય છે. જે તનાવને દૂર કરે છે. પણ કસરત કરવાનો સમય ન મળતો હોય તો વહેલી સવારે થોડા સમય માટે ટહેલવું જોઈએ. એવું પણ કહેવાય છે કે, વ્યકિત જે પ્રકારનો ખોરાક ખાય છે એવો એનો સ્વભાવ થાય છે. બને ત્યાં સુધી પોષકતત્વવાળો આહાર લેવો જોઈએ.

જે લોકો પોતાની ઊંઘમાં બંધછોડ કરે છે એમના આરોગ્યને મોટું નુકસાન થાય છે. ઊંઘ પૂરી ન હોવાને કારણે અનેક શારીરિક અને માનસિક બીમારીઓથી શરીર પીડાય છે. જો પૂરતી ઊંઘ લેવામાં આવે તો શરીરમાં ઊર્જા બની રહે છે. મૂડમાં પણ ઘણો ફેર પડે છે. દરેક વ્યકિતએ ૭ થી ૯ કલાકની ઊંઘ કરવી જોઈએ.

 

(9:39 am IST)