Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

ટ્રાફિક- પોલીસે રસ્તો રોકયએ રીતે પાર્ક થયેલી આ કારને બિલ્ડિંગની છત પર ચડાવી દીધી

બીજીંગ, તા.૩: મોટા ભાગેનો પાર્કિંગમાં મૂકેલી ગાડીઓને ટ્રાફિક- પોલીસની વેન ઊંચકીને લઈ જતી હોય છે. કારમાલિકે પોતાના લાઈસન્સ અને ઓળખપત્ર સાથે જાતે હાજર થઈને પોતાની કાર છોડાવવી પડે છે. જોકે આજકાલ ટ્રાફિક- પોલીસે ખોટી જગ્યાએ કાર પાર્ક કરી જતા કારચાલકોને સબક શીખવવા માટે નવો અખતરો શરૂ કર્યો છે. એણે ચીનના હુબેઈ પ્રાંતમાં બસ- સ્ટેન્ડની વચ્ચોવચ ઊભી રાખેલી કારને ક્રેનથી ઊંચકીને લઈ જવાનો બદલે ત્યાં જ નજીકના બિલ્ડિંગની છત પર ચડાવી દીધી હતી.

આ ઘટના દરમ્યાન હાજર કેટલાક લોકોએ એનો વિડિયો ઉતારી લીધો હતો જે યુટ્યુબ પર અત્યારે ધૂમ મચાવી રહ્યો છે. થોડાક મહિના પહેલાં એક મહિલા સોસાયટીના ગાર્ડ સાથે ઝઘડો કરીને ગેટની બહાર જ કાર પાર્ક કરીને  જતી રહેલી ત્યારે આવી જ રીતે ટ્રાફિક- પોલીસની ક્રેને આવીને સોસાયટીના  કેબિનની ઉપર કાર ચડાવી દીધેલી. પેલી મહિલાએ કંઈકેટલાંય વાનાં કર્યાં અને ક્રેન બોલાવવાનો ખર્ચ કર્યો ત્યારે તેની ગાડી નીચે આવી શકેલી. તાજેતરમાં ફરી રહેલા વિડિયોમાંએ સ્પષ્ટ નથી કે આ વખતે કારમાલિકે પોતાની ગાડી નીચે ઉતારવા શું કર્યું. હવે જયાં- ત્યાં કાર પાર્ક કરવાની લાપરવાહી કરનારા લોકોની ગાડીને ચીનની પોલીસ ખેંચી જવાનો બદલે નજીકના બિલ્ડિંગ પર ચડાવી દઈને ભૂલ કરનારને સબક શીખવી રહી છે.(૩૦.૫)

(4:06 pm IST)