Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

બે પત્નીઓ રાખશો તો ઇનામ મળશે અને સરકાર મકાનભથ્થું પણ આપશે

દુબઇ, તા.૩ :  બહુપત્નીત્વની પ્રથા મોટા ભાગના દેશોમાં માન્ય નથી, પરંતુ દુનિયામાં કેટલાક દેશો એવા પણ છે જયાં એક કરતાં વધુ સ્ત્રી સાથે લગ્ન કરવાની પ્રથાને પ્રોત્સાહન આપવામાં આવે છે. યુનાઇટેડ આરબ એમિરેટસમાં બે પત્નીઓ રાખનારને સરકાર તરફથી વધારાનું મકાનભથ્થું આપવાની પોષણા કરવામાં આવી છે. 'ખલીજ ટાઇમ્સ'માં છપાયેલા રિપોર્ટ મુજબ દેશમાં અપરિણીત છોકરીઓની સંખ્યા વધી રહી છે એને કારણે સરકાર લોકોને બીજાં લગ્ન કરવા માટે પ્રોત્સાહીત કરી રહી છે અને એ માટે નવી સ્કીમ પણ લાવી છે. ત્યાંના બુનિયાદી વિકાસપ્રધાન ડો.અબદુલ્લા બેલહેફ અલ નુઇમીએ જાહેર કર્યંુ કે 'મંત્રાલયે નકકી કર્યુ છે કે બે પત્નીઓ રાખનારા લોકોને શેખ જાયદ હાઉસિંગ કાર્યક્રમ અંતગર્ત મકાનભથ્થું આપવામાં આવશે. એક પત્નીવાળા પરિવારને મળતા મકાનભથ્થા ઉપરાંત આ વધારાનું  ભથ્થું હશે. બીજી પત્ની' પણ પહેલી જેવી જ રહેણીકરણી રાખી શકે એ માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.'

(4:06 pm IST)