Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

પીડા અને બેચેની થાય છે ? તો પાર્ટનરનો હાથ પકડો

ન્યુયોર્ક તા.૩ : કહેવાય છે કે પાર્ટનરના પ્રેમાળ સ્પર્શમાં ચમત્કારીક તાકાત હોય છે. આ વાત મનઘડત નથી, અમેરિકાના નિષ્ણાંતોએ અભ્યાસમાં પુરવાર કરેલી છે. પીડા ખુબ હોય બેચેની લાગતી હોય, આકુળ વ્યાકુળ થવાતુ હોય એવા સમયે જો પાર્ટનર હાથમાં હાથ એવા સમયે જો પાર્ટનરના હાથમાં હાથ પરોવીને હુફ આપવા નજીકમાં હાજર હોય તો બંન્નેના મગજ વચ્ચેનું ડાયરેકટર કનેકશન સધાય છે અને દર્દીને પીડામાં નોંધનીય ઘટાડો અનુભવાય છે. અમેરિકાના બોલ્ડરમાં આવેલ યુનિવર્સિટી ઓફ કોલોરાડોના નિષ્ણાંતોએ ર૩ થી ૩ર વર્ષનાં વિજાતીય યુગલો પર એક વર્ષ સુધી પ્રયોગ કર્યો હતો. ઇલેકટ્રોએન્સેફેલોગ્રામ ટેસ્ટ કરવામાં આવી. એકવખત બન્ને પાસે બેઠેલા હોય પણ શારીરીક સંપર્ક ન હોય, બીજી વારમાં હાથમાં હાથ પરોવાયેલા હોય એવી સ્થિતિ જયારે ત્રીજી વારમાં બન્ને પાર્ટનરને અલગ-અલગ રૂમમાં લઇ જઇને મગજની ટેસ્ટ કરવામાં આવી. આ ટેસ્ટમાં મગજમાં થતી વિદ્યુત સંવેદના નોંધાયા છે. દરેકવખતે તેમને ચોકકસ લેવલની પીડા થાય એવું સ્ટિમ્યુલેશન આપવામા઼ આવ્યુ હતુ. અભ્યાસકર્તાઓએ નોંધ્યુ હતુ કે જયારે યુગલો અલગ-અલગ હોય છે તયારે પીડાનું લેવલ અને મગજની ગતિવિધિઓમાં મોટા ચડાવ ઉતાર જોવા મળે છે.  જયારે પાર્ટનરની હાજરીમાં ઓછો ચડાવ-ઉતાર હોય છે. જો કે હાથમં પરોવાયેલા હોય ત્યારે શારીરીક પીડાને કારણે બંન્નેના મગજમાં પેદા થતા તરંગો વચ્ચે સમન્વય સધાય છે અને મગજમાં પીડાની તીવ્રતા ઘટી જાય છે.

 

(4:05 pm IST)