Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

૧૮ ફુટ ૯ ઈંચ લાંબી ટોપી વિશ્વની સૌથી ટોલેસ્ટ હેટ હશે

ન્યુયોર્ક,તા.૩: અમેરિકાના ફલોરિડા રાજયના ટેમ્પા શહેરમાં રહેતા ઓડિલોન ઓઝાર નામના ભાઈએ જાતે જ પોતાના માટે એક હેટ બનાવી છે. ઓડિલોને સાત અઠવાડિયાંની જાતમહેનતથી ૧૮ ફુટ ૯ ઈંચ લાંબી હેટ બનાવી છે. આ હેટ માત્ર શોભાની જ નથી. એ પહેરી પણ શકાય છે અને સાબિત કરવા ભાઈએ એ પહેરીને પોતે ફરતા હોય એવા વિડિયો પણ તૈયાર કરાવ્યા છે.

ટેમ્પા શહેરના ગાર્ડનમાં ટહેલતો અને ફોકાર્ટ ર્કફેમાં આ હેટ પહેરીને જમતો વિડિયો તેમ જ અન્ય જરૂરી દસ્તાવેજો તૈયાર કરીને ઓડિલોને ગિનેશ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધાવવાની અરજી કરી દીધી છે. આ હેટ પર મોરપીંછ, કલરફુલ રિબન્સ અને પક્ષીઓના માળા જેવું ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે. આ પહેલાંનો ટોલેસ્ટ હેટનો રેકોર્ડ ૯ ફુટ ૯ ઈંચનો છે એટલે ટૂંક સમયમાં જ આ ભાઈની હેટ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન ધરાવતી હશે એવી આશા છે.(૩૦.૫)

(4:04 pm IST)