Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

ફુટબોલ રમવાથી પાછલી વયે હાર્ટ-ડિસીઝનું જોખમ વધે

ન્યુયોર્ક, તા.૩ : રમતગમતના શોખ રાખવાથી શારીરિક સ્વાસ્થ્ય સારૂં રહેશે એવું તો આપણે ઘણી વાર સાંભળ્યું છે, પરંતુ અમેરિકાના નિષ્ણાતોએ સહજે ચિંતા કરાવે એવું અવલોકન તાજેતરમાં કર્યું છે જેમાં કહેવાયું છે કે નિયમિત ફુટબોલની રમવાની આદત હોય તો એનાથી હાર્ટને લગતી સમસ્યાઓ પાછલી વયે થવાની સંભાવના વધી જાય છે. એની પાછળનું કારણ એ છે કે ફુટબોલ રમવાથી હ્રદયના સ્ટ્રકચરમાં ફરક  આવે છે. એને કારણે હાર્ટના ધબકવાની રિધમને લગતી સમસ્યાઓ થઇ શકે છે. જે લોકો ખૂબ ફુટબોલ રમતા હોય છે તેમના હ્રદયની ઉપરની બે ચેમ્બરની ધબકવાની ગતિમાં વધારો થઇ જાય છે. એને કારણે હાર્ટ-રેટ નોર્મલ કરતાં વધી જાય છે. ફુટબોલ ન રમતા લોકો કરતાં રમતા લોકોમાં આ સમસ્યા પ.પ ગણી વધુ જોવા મળે છે. હાર્ટમાં ઇલેકટ્રિકલ ઇમ્પલ્સની અનિયમિતતાનું આ લક્ષણ છે. અમેરિકાના ઓહાયોમાં આવેલી કલીવલેન્ડ કિલનિકના નિષ્ણાતોના મતે હાર્ટનું પલ્પિટેશન વધી જવાને કારણે સ્ટ્રોક, હાર્ટ-અટેક અને હાર્ટ-ફેલ્યર થવાની સંભાવના વધી જાય છે.

(4:03 pm IST)