Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

હવે માસિક ધર્મ દરમિયાન પેડ પહેરવાની નહીં રહે ઝંઝટ!

પીરિયડ્સ માટે ડિઝાઇન કરાયો ખાસ આ અન્ડરવેર

મોટાભાગની  સ્ત્રીઓ એ વાત સાથે સહમત થશે કે, પીરિયડ્સનો સમયગાળો ખૂબ જ કંટાળાજનક હોય છે. આ સમયમાં પેટમાં દુઃખાવાની સાથે ઈમોશન્સમાં પણ વધારો થાય છે. દુઃખાવો અને માસિકને રોકવા માટે સેટેનરી પેડ્સ માટે પણ ખર્ચ કરવો પડે છે. જોકે, એક મહિલાએ આને પહોંચી વળવા એક જબરદસ્ત સોલ્યૂશન શોધી કાઢ્યું છે. રૂબી રાઉત નામની આ મહિલાની સેન્ટ અલ્બાનમાં આવેલી કંપની 'WUKA'એ એક એવા પ્રકારનો અંડરવિયર બનાવ્યો છે જેને પહેર્યા બાદ અલગથી સેનેટરી પેડ પહેરવાની જરૂર નહીં પડે. રૂબીએ આને 'પીરિયડ પેન્ટ' નામ આપ્યું છે.

આ રિયૂઝેબલ પેન્ટની કિંમત ૩૦ પાઉન્ડ (આશરે ૨૭૦૦ રૂપિયા) રાખવામાં આવી છે. જોકે, રૂબીએ દાવો કર્યો છે કે, તે મહિલાઓના હજારો રૂપિયા બચાવશે.

૨૮ વર્ષીય રૂબીએ કહ્યું કે, 'મહિલાઓને આ પેન્ટની જરૂર છે. આ દરેક ઉંમરની મહિલા માટે પરફેકટ છે અને તે તેમની પ્રોબ્લેમ્સને દૂર કરી શકે છે. હું પોતે તેનો ઉપયોગ કરું છું. આ પેન્ટ લિકિવડને તરત શોષી લે છે અને કપડાંમાં જરાય ભેજ રહેવા દેતું નથી.'

રૂબી કહે છે, 'માસિક પ્રવાહી, અંદરની તરફ વાંસમાંથી બનેલા મટિરિયલમાંથી પસાર થાય છે, જે સકશન તરીકે ઉપયોગમાં લેવાય છે, તે પ્રવાહી અને ઇન્ટરલોકસ કરે છે અને બહાર આવતું નથી. તે ત્યારે જ બહાર આવે છે છે જયારે તમે તેને પાણીમાં ધોવો છો. મહિલાઓ આ પેન્ટને ૧૧ કલાક સુધી પહેરી શકે છે. તેમાં ત્રણ પ્રોટેકશન લેયર્સ હોય છે જેમાં 'સુપર કમ્ફર્ટેબલ'હાઈ-ટેક ફેબ્રિકસનો ઉપયોગ કરવામાં આવ્યો છે.' આ ઉપરાંત આ પેન્ટ એન્ટી-બેકિટરિયલ પણ છે જેથી ઈન્ફેકશનનો ખતરો પણ ટળે છે.(૨૧.૧૨)

(11:49 am IST)