Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

સાઉથ કોરિયામાં 4 વર્ષ પછી મૃત પતિ સાથે પત્નીની મુલાકાત થતા પતિ ભાવુક

નવી દિલ્હી: સમય સાથે ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે અને સાથે નવી-નવી ટેક્નોલોજી પણ માર્કેટમાં આવી રહી છે, જેના પરિણામ પણ ચોંકાવી રહ્યાં છે. આવો એક મામલો સાઉથ કોરિયા (South Korea) થી સામે આવ્યો છે, જ્યાં એક વ્યક્તિ હંમેશા માટે દુનિયા છોડી ચુકેલી પત્નીને ફરી મળી શક્યો. સાંભળવામાં અટપટુ જરૂર લાગી રહ્યું છે. પરંતુ વર્ચ્યુઅલ રિયાલિટી (Virtual Reality) સંભવ કરી દેખાડ્યું છે.

હકીકતમાં કિમ-જુંગ-સૂ નામના એક વ્યક્તિની પત્નીનું થોડા વર્ષો પહેલા બીમારીને કારણો મોત થયું હતું. કિમની ઈચ્છા હતી કે તે પોતાની પત્નીના પડછાયાને જરૂર એકવાર જોઈ શકે. કોઈ સપના સમાન હતું, જેને કિમ કોઈપણ સ્થિતિમાં પૂરુ કરવા ઈચ્છતો હતો દરમિયાન કિમની નજર એમબીસીની ટેલિવિઝન કોડ્યુમેન્ટ્રી આઈ મેટ યૂ (i Met You) પર પડી, જ્યાંથી તેને આશાનું કિરણ દેખાવા લાગ્યું. પરંતુ કિમની પુત્રીઓ સપનું અધુરૂ રહે તેમ ઈચ્છતી હતી. પુત્રી નહોતી ઈચ્છતી કે તેના પિતા એકવાર ફરી માતાને મળે અને જૂની વાતોને યાદ કરે. કારણ કે તે દુખભર્યો સમય હતો. પરંતુ બાદમાં કિમની પુત્રી જોન્ગ યુને તેની મંજૂરી આપી. તે જણાવે છે કે ડેડી માતાને ખુબ પ્રેમ કરતા હતા. જ્યારે તે બીમાર થઈ અને પોતાના વાળ ગુમાવી દીધા તો પિતાએ કહ્યુ કે, તું દુનિયામાં સૌથી વધુ સુંદર છે. પરંતુ માતાના મૃત્યુ બાદ તે અંદરથી ભાંગી પડ્યા હતા. તેણે પોતાના પિતાની સ્થિતિને દૂર કરવા માટે ખાસ મુલાકાતની મંજૂરી આપી.

(4:27 pm IST)