Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

ઇજીપ્તમાં પુરાતન સાઇટના ખોદકામમાં મળ્યું સોનાની જીભવાળું મમી

મર્યા પછી મમી ભગવાન સાથે વાતો કરતું હોવાની એ વખતે માન્યતા હતી

ઇજીપ્તની એક અત્યંત પુરાતન સાઇટ પર પુરાતત્વવિદેએ એક એવું મમી શોધી કાઢયું છે જેની જીભ સોનાની છે સોનાની જીભવાળુ આ મમી ઇજીપ્તના પુરાતન સ્થળ તાપોસીરસીસ મેગ્નામાં મળી આવ્યુંછે. ઇજીપ્શીયન એન્ટીકવીટીસ મંત્રાલય દ્વારા હાલમાંજ બહાર પડાયેલ સ્ટેટમેન્ટમાં કહેવાયું છે કે એ સમયે એવી માન્યતા હશે કે મરનાર પ્રભુ સાથે વાતો કરશે એટલે તેને સોનાની જીભ સાથે દફનાવાયો હશે.

આ સ્ટેટમેન્ટમાં એમ પણ લખ્યું છે કે ઇજીપ્તની પ્રાચીન કથાઓમાં કહેવાય છે. કે જો સોનાની જીભવાળુ મમી ગોડ ઓફ અંડરવર્લ્ડ એટલે કે પાતાળના દેવતા ઓસીપીરીને મળે તો તેને તેમની સાથે વાત કરવામાં સોનાની જીભ મદદરૂપ થશે. મર્યા પછી સોનાની જીભને દેવતાઓ સાથે વાત કરવાની એક યોગ્યતા તરીકે ગણવામાંં આવતી હતી.

જો કે સોનાની જીભવાળા મમી પાછળનું વૈજ્ઞાનીક કારણ સામે નથી આવ્યું  આ જીભ સોનાની જ કેમ બનાવાઇ તેનંુ કારણ પણ જાણવા નથી મળ્યું તાપોસીરીસ મેગ્નામાં ખોદકામ દરમ્યાન હાલમાં જ ૧૬ કબરો મળી હતી તેમાંથી એકમાં સોનાની જીભવાળુ મમી હતું આ ખોદકામનું કાર્ય ડોમીનીકન રિપબ્લીકની પુરતત્વવિદ્દ કેથલીન રાર્ટીનેઝ કરી રહી છે તાપોસિરીસ મેગ્નામાં  ઓસીરીસ અને આઇસીસના મંદિર છે આઇસીસ ઓસીરીસની પત્ની અને બહેન હતી.

આ પહેલા પુરાતત્વ શાસ્ત્રીઓને કેટલાય સિકકાઓ મળ્યા હતા જેના પર કિલયો પેટ્રા-૭ની મુખાકૃતિ હતી, જે દર્શાવે છે કે આ મંદિરોનો ઉપયોગ રાણી કિલયો પેટ્રા-૭ના સમયમાં કરાતો હતો અન્ય ૧પ કબરોમાંથી જે પણ ચીજો મળી છે તે બધી જુના ખજાનાને સામે લાવી રહી છે. એક કબરમાંં એક મહિલાનું મમી મળ્યું છે. તેણે ડેથ માસ્ક પહેરેલો છે, જે તેના મોટાભાગના શરીરને ઢાંકી રહ્યો છે. પણ મોતના સમયે તે મુસ્કુરાઇ રહી હતી.

પુરાતત્વ શાસ્ત્રીઓને એ નથી ખબર કે આ કબરો ખરેખર કેટલી જુની છે પણ એવું માનવામાં આવે છે કે તે ટોલેમીસના શાસન કાળ વખતની હશે. ટોલેમીસનું શાસન ઇકાપુર્વે ૩૦૪ થી ઇસપુવે ૩૦ સુધી હતું એવું માનવામાં આવે છે કે ઇસપુર્વે ૩૦ પછી એટલે કે કિલયો પેટ્રના મોત પછી અહી રોમન સામ્રાજય સ્થાપિત થયું હશે અથવાતો પછી સીકંદરના કોઇ વંશએ અહી શાસન કર્યું હશે.

(12:50 pm IST)