Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

ભૂખમરાથી જીવ બચાવવા અંગોલામાં કિશોરીઓ ૩૦ રૂપિયામાં કરી રહી છે દેહ વેપાર

આર્થિક સ્થિતિ તંગ થતાં અંગોલા અને ઝિમ્બાબ્વેમાં દેહ વેપાર કરતી કિશોરીઓની સંખ્યા વધી

નવી દિલ્હી, તા. ૩ : 'પેટ કરાવે વેઠ' કહેવત સાચી ઠરે એવી એક દ્યટના સામે આવી છે. પોતાનું પાપી પેટ ભરવા માટે કિશોરીઓ ફકત ૨૨ રૂપિયા સુધીમાં પોતાના શરીરનો સોદો કરવા તૈયાર થઇ રહી છે. સાથે જ કેટલીક સારી સ્થિતીમાં કિશોરીઓને દેહ વેપાર માટે ૭૦-૮૦ રૂપિયા પણ મળી રહ્યાં છે. આ સ્થિતી સાઉથ આફ્રિકાના અનેક વિસ્તારોની છે જે ભૂખમરાના સંકટનો સામનો કરી રહ્યા છે.

 રોયટર્સ અનુસાર, માનવીય આધાર પર લોકોને મદદ પહોંચાડતી આંતરરાષ્ટ્રીય સંસ્થા વર્લ્ડ વિઝને જણાવ્યું કે ભૂખમરાથી પોતાના જીવ બચાવવા માટે અંગોલામાં ફકત ૧૨ વર્ષ સુધીની કિશોરીઓ આશરે ૩૦ રૂપિયામાં દેહ વેપાર કરી રહી છે.

યૂનાઇટેડ નેશન્સનું કહેવું છે કે સાઉથ આફ્રિકાના સાડા ચાર કરોડ લોકો ભૂખમરાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તેની પાછળ દુષ્કાળ, પૂર અને આર્થિક સ્થિતિને જવાબદાર ગણવામાં આવી રહ્યાં છે.

વર્લ્ડ વિઝને જણાવ્યું કે તેના સ્ટાફે જોયું છે કે અંગોલા અને ઝિમ્બાબ્વેમાં દેહ વેપાર કરતી કિશોરીઓની સંખ્યા વધી છે. સાથે જ સંકટના કારણે બાળ વિવાહનું જોખમ પણ વધી ગયુ છે.

અંગોલામાં વર્લ્ડ વિઝનના ઇમરજન્સી ડાયરેકટર રોબર્ટ બુલ્ટનનું કહેવું છે કે, બની શકે છે કે અહીં કિશોરીને સેકસ માટે ૭૨ રૂપિયા (સ્થાનિક મુદ્રામાં ૫૦૦ કવાન્ઝા) મળી જાય અથવા તો તેને ૨૯ રૂપિયા (૨૨ કવાન્ઝા) પણ મળી શકે છે.

રોબર્ટે જણાવ્યું કે ગત એક વર્ષમાં અંગોલામાં અનાજના ભાવ બેગણા થઇ ગયા છે જેથી લોકો તેને ખરીદવામાં મુશ્કેલી થઇ રહી છે. આગામી પાક જૂન પહેલાં નહી થાય, તેથી હાલની પરિસ્થિતી ખૂબ જ ખરાબ છે.

ઝિમ્બાબ્વેને લઇને કેર ઇન્ટરનેશનલ સંસ્થાએ પણ જણાવ્યું કે ૧૪ વર્ષ સુધીની કિશોરીઓ દેહ વેપાર કરી રહી છે. સંસ્થાની રિજનલ જેંડર એકસપર્ટ એવરજાઙ્ખય મુહુકે જણાવ્યું કે, દ્યણીવાર આ કિશોરીઓને ફકત ૨૨ રૂપિયા મળે છે.

એકશન એડના રિજનલ એડવાઇઝર ચિકોન્ડી ચબવુતાએ કહ્યું કે, મલાવી અને મોજમ્બિકમાં પણ કિશોરીઓ અને મહિલાઓએ જબરદસ્તી દેહ વેપાર કરવો પડી રહ્યો છે.

(3:58 pm IST)