Gujarati News

Gujarati News

News of Friday, 3rd January 2020

બગદાદ એરપોર્ટ નજીક છોડવામાં આવેલ રોકેટના કારણોસર એક નાગરિકનું મૃત્યુ: 12 સૈનિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: ઇરાકમાં બગદાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક છોડવામાં આવેલ રોકેટના કારણોસર એક નાગરિકનું મૃત્યુ નીપજ્યું છે તેમજ અન્ય 12 ઈરાકી સૈનિકને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા વાતની જાણકરી પ્રાપ્ત થઇ રહી છે.

                   વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક છોડવામાં આવેલ રોકેટના કારણોસર એક નાગરિકનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું છે તેમજ અન્ય 12 ઈરાકી સૈનિકને ગંભીર રીતે ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે એક નાગરિક વાહન રોકેટની ઝપેટમાં આવી જવાના કારણોસર ચાલકદળનું મૃત્યુ નીપજ્યું છે.

(6:24 pm IST)