Gujarati News

Gujarati News

News of Friday, 3rd January 2020

જોરદાર ઠંડી-બેચેની દુર કરવામાં મદદરૂપ બને છે

અમેરીકાના બે ન્યુરો સાયન્ટીસ્ટોનું સંશોધન

મિશીગન તા. ૩: વધુ પડતી ઠંડીના સંપર્કમાં આવવાથી માનવ મગજને બેચેની સામે લડવામાં મદદ મળે છે. અમેરીકાના મિશીગન રાજયના ડેટ્રોઇટમાં આવેલ વેન સ્ટેટ યુનિવર્સીટીના બે ન્યુરો સાયન્ટીસ્ટોના અભ્યાસમાં આ વાત બહાર આવી છે. દાખલા તરીકે આઇસમેન જેવા કેટલાક લોધો કોઇ મુશ્કેલી વગર બરફના પાણીમાં લાંબો સમય રહી શકે છે. સામાન્ય રીતે આવા લોકોને સુપર હ્યુમન માનવામાં આવે છે. ન્યુરો સાયન્ટીસ્ટોએ તેના પર અભ્યાસ કર્યો કે માનવ મગજ ઠંડીના સંપર્કમાં આવતા કેવી પ્રતિક્રિયા કરે છે અને આ પ્રકારના પ્રતિરોધ દરમ્યાન મગજમાં શું થાય છે.

યોગ અને માઇન્ડફુલ નેસ જેવી ટેકનીક શારિરીક સંતુલનમાં ફેરફાર કરે છે જેને હોમિયોસ્ટેન્સીસ કહેવાય છે. જયારે વ્યકિત ઠંડીના સંપર્કમાં આવે છે તો મગજ શરીરમાં પરિવર્તન શરૂ કરે છે. જેમાં ચરમ સીમાએ લોહીના પ્રવાહમાં ઘટાડો અને ગરમી માટે સ્નાયુઓને સક્રિય કરવાનું સામેલ છે.

હોમીયોસ્ટેન્સીસ ત્યારે બને છે જયારે શરીરના સપાટીના અંગો, સંવેદનશીલ ડેટા ભેગા કરે છે અને તેને પ્રોસેસીંગ માટે મગજને મોકલે છે, જે આ ડેટાને પ્રાથમિકતા અનુસાર વ્યવસ્થીત કરે છે, જેનાથી કાર્ય યોજના બને છે. આ આદેશો ફરીથી શરીરને મોકલાય છે વૈજ્ઞાનિકોનો મત છે કે ઠંડીના સંપર્ક સામે લડવા માટે મગજને પ્રશિક્ષિત કરીને શરીર વિજ્ઞાન અને મનોવિજ્ઞાન વચ્ચે સંતુલન ઉભું કરી શકાય છે. આ એક અત્યંત દિલચશ્પ પધ્ધતિ છે.

મધ્ય મગજના પાછળના ભાગમાં નિયંત્રણ કેન્દ્ર હોય છે જેને પેરિયાકવેટલ ગ્રે કહેવાય છે. તે શરીરને દર્દ અને ઠંડી અંગેના સંદેશ મોકલે છે. આ ભાગ કેન બિનોઇડસ અને ઓપીઓયડસ નામના રસાયણો છોડે છે જે મુડ અને બેચેની સાથે સંકળાયેલા છે. પેરિયા કવેકટલ આ રાસાયણિક સંકેતોને શરીરમાં મોકલે છે જે દર્દ અને ઠંડીને દબાવે છે.

(3:49 pm IST)