Gujarati News

Gujarati News

News of Friday, 3rd January 2020

પંદરમા વર્લ્ડ ટ્વિન્સ ફેસ્ટિવલમાં ટ્વિન્સ કલબ ઇન્ડિયા દ્વારા ભારતનું પ્રતિનિધિત્વ

જોડિયાઓની કમાલ ચીનમાં આયોજિત ટ્વિન્સ ફેસ્ટિવલમાં ભાગ લેવા ગયેલા : ભારતીય પ્રતિનિધિઓ.

મોન્જિઆંગ : દેશની સૌથી મોટી અને એકમાત્ર ટ્વિન્સ કલબને આ વર્ષે ચીનમાં યોજાયેલા ૧૫મા વર્ડ ટિવન્સ ફેસ્ટિવલમાં સતત ૯મા વર્ષે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આ વખતે ફેસ્ટિવલમાં ટ્વિન્સ કલબના પ્રમુખ અભિષેક અને અંજુ ખરે (ભોપાલ), ધાર્યા અને ધ્વનિ બથરી (ભોપાલ), અનુષ્કા અને અસોઈ દાંત્રા (મુંબઈ) એ આ મહોત્સવમાં ઇન્ડિયન ટિવન્સમાં નૃત્ય સહિતની વિવિધ સ્મર્ધાઓમાં ભાગ લીધો હતો, આ વર્ષે મહોત્સવ માટે દેશભરમાંથી ટિવિન્સના ત્રણ સેટની પસંદગી કરવામાં આવી હતી.

૧૫મો વર્લ્ડ ટિવિન્સ ફેસ્ટિવલ ચીનના યુનાન પ્રાંતના મોન્જિઆંગ શહેરમાં યોજાયો હતો, જેમાં ૪૦ દેશોનાં ૧૫૦ કરતાં વધુ અને ચીનનાં ૧૦૦૦ કરતાં વધુ ટિવિન્સે ભાગ લીધો હતો. અનુષ્કા અને અસોઈ દાંત્રા તથા ધાર્યા અને ધ્વનિ બથરીએ નૃત્ય સ્પર્ધામાં ભાગ લઈને ૪૦ દેશોના પ્રતિસ્પર્ધીઓમાંથી ચોથું અને પાંચમું સ્થાન મેળવ્યું હતું. અભિષેક ખરેએ જણાવ્યું હતું કે તેમની કલબના સભ્યો ચીન, નાઇજિરિયા તથા યુએસમાં યોજાતા વલ્ડ ટિવિન્સ ફેસ્ટિવલમાં ભાગ લે છે. આ વર્ષના ટિવિન્સ ફેસ્ટિવલની ખાસિયત એ હતી કે આ વર્ષે ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી એની સ્થાપનાનાં ૭૦ વર્ષની તથા મોન્જિઆંગ શહેરની સ્થાપનાને ૪૦ વર્ષ પૂરાં થયાં એની જયંતી ઊજવી રહી છે.

(3:48 pm IST)