Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

ટોઇલેટ સાફ કરવા જતાં એટલો ઝેરી વાયુ પેદા થયો કે ઘર નહીં આખી ગલી ખાલી કરવી પડી

લંડન તા.૩: ઇંગ્લેન્ડના નેલ્સી ટાઉનમાં રહેતી ડોમિનિક હીથ નામની મહિલાને પોતાના ઘરનું ટોઇલેટ સાફ કરવા માટે બે કેમિકલ ભેળવવાનો અખતરો જબરો મોંઘો પડયો. વાત એમ હતી કે તેના દીકરાએ રમતાં -રમતાં એક રમકડું ટોઇલેટના કમોડમાં નાખી દીધું હતું. એને કારણે પોટી પૂરેપૂરી અંદર ફલશ થતી જ નહોતી.

એને કારણે ગંદો કચરો બહાર સુધી તરતો રહેતો હતો. એક-બે દિવસ ઘરગુથ્થુ પ્રયોગો કર્યા પછી પણ વાત ન બની એટલે બહેને બે લીટર બ્લીચ લીધું અને એમં કલીનિંગ સાબુ મેળવ્યો અને કમોડમાં નાખ્યો. જો કે એનાથી એટલો ઝેરી વાયુ પેદા થયો કે તેનાં આંખ-નાક અને ગળું બળવાં લાગ્યાં. સફાઇ અટકાવીને તે ટોઇલેટની બહાર આવી ગઇ, પણ આ વાયુ વધતો જ ચાલ્યો. તેણે ઘરમાંથી બહાર નિકળી જવું પડયું. આટલું કમ હોય એમ પાડોશીઓને પણ આ વાયુની અસર થવા લાગી. લગભગ અડધી સ્ટ્રીટના લોકો ઘરની બહાર આવી ગયા. ફાયર-ફાઇટર્સને બોલાવવામાં આવ્યા. એ લોકો પણ ઓકિસજન માસ્ક સાથે ઘરમાં ઘૂસ્યા હતાં.(૧.૪)

(10:02 am IST)