Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

દક્ષિણ આફ્રિકાના ચિંતિત વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસના નવા વેરિએંટને લઈને આપી ચેતવણી

નવી દિલ્હી: કોરોનાના નવા વેરિયન્ટ એમિક્રોને ફરી એક વખત દુનિયામાં ડર ફેલાવી દીધો છે. 20થી વધારે દેશોમાં તેનું સંક્રમણ ફેલાયુ હોવાનો ખુલાસો થયો છે. આ નવા વેરિયન્ટની ઓળખ સૌથી પહેલાં દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકોએ કરી હતી અને WHOને તેની ગંભીરતા વિશે માહિતી આપી હતી. વૈજ્ઞાનિકો આ નવા વેરિયન્ટ વિશે વધુને વધુ માહિતી એકત્ર કરી રહ્યા છે. જોકે હવે દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકોએ એમિક્રોન વિશે નવી ચેતવણી જાહેર કરી છે. દક્ષિણ આફ્રિકાના મુખ્ય નિષ્ણાત વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ઓમિક્રોન કેટલો ઘાતક છે અને લોકો પર તેનો કેટલો પ્રભાવ પડી રહ્યો છે તે હાલ કહેવું મુશ્કેલ છે. તેમણે કહ્યું છે કે, કોરોનાનો આ નવો વેરિયન્ટ હાલ યુવા વર્ગને વધારે પ્રભાવિત કરી રહ્યો છે. હાલ આ બિમારીને સામાન્ય ના ગણવી જોઈએ. અમે પણ હજી આ વેરિયન્ટ વિશે પુરતી માહિતી ભેગી કરી રહ્યા છીએ. 2-3 સપ્તાહ પછી અમે આ વિશે પૂરતી માહિતી મેળવી શકીશું.

(5:57 pm IST)