Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

ઈરાની સૈનિકો અને તાલિબાન વચ્ચે થઈ હિંસક અથડામણ

નવી દિલ્હી: અફઘાનિસ્તાન-ઈરાન સરહદ પર ઈરાની સૈનિકો અને તાલિબાન લડવૈયાઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જો કે કોઈના મોતના સમાચાર નથી. અથડામણ બાદ એવું કહેવામાં આવ્યું હતું કે, 'ગેરસમજ'ના કારણે આવું થયું હતું. આ ઘટનાના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં તાલિબાન લડવૈયાઓ હથિયારો સાથે જોવા મળે છે. તેમની વચ્ચે ગોળીબાર પણ થયો છે. ઈરાનની સમાચાર એજન્સી તસ્નીમે પુષ્ટિ કરી છે કે, આ લડાઈ હિરમંડ કાઉન્ટીના શખાલક ગામમાં થઈ હતી. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ સાથે જોડાયેલી તસ્નીમ એજન્સીએ જણાવ્યું હતું કે, દાણચોરીનો સામનો કરવા માટે અફઘાનિસ્તાન સાથેની સરહદ નજીક ઈરાનના પ્રદેશમાં દિવાલો ઊભી કરવામાં આવી છે.

(5:55 pm IST)