Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

જાપાનના ગ્રામીણ વિસ્તારમાં રીંછોના હુમલા વધી જતા રોબોટિક વરુ બનાવવામાં આવ્યા

નવી દિલ્હી: જાપાનના ગ્રામીણ ક્ષેત્રોમાં લોકો આજકાલ કોરોના વાઈરસથી અનેકગણા વધારે જંગલી રીંછોથી પરેશાન છે. અહીં છેલ્લા છ મહિનામાં રીંછોના હુમલાની 13 હજાર ઘટના સામે આવી છે, જે પાંચ વર્ષમાં સૌથી વધારે છે. આ હુમલામાં સપ્ટેમ્બરથી અત્યાર સુધી 65 લોકોએ જીવ ગુમાવ્યા છે. રીંછો હવે જંગલ છોડીને ગામડા તરફ આવીને ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે. એટલું જ નહીં, તેઓ શહેરો તરફ પણ આવી રહ્યા છે. તેથી પરેશાન ખેડૂતોએ રીંછોથી બચવાનો અનોખો કીમિયો અજમાવ્યો છે. તેમણે રીંછોને ભગાડવા રોબોટિક વરુનો ઉપયોગ શરૂ કર્યો છે.

(5:54 pm IST)