Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

ઈટાલીના આ દાદીમાએ ત્રણ વાર કોરોનાને માત આપી

નવી દિલ્હી: કોરોનાએ ચોતરફ આતંક ફેલાવ્યો છે, ત્યારેે મહામારી સામેના સંઘર્ષમાં આત્મબળથી વિજય મેળવનારા કેટલાક ચમત્કારિક અને આશ્ચર્યજનક કિસ્સાઓ પણ બહાર આવ્યા છે. સ્પેનિશ ફ્લૂ અને દ્વિતિય વિશ્વયુદ્ધ જેવા ભયાનક સંજોગોમાં અડીખમ રહેનારા 101 વર્ષના દાદીમાએ એક નહી, ત્રણ-ત્રણ વખત કોરોનાને મહાત આપીને જાણે કે ચમત્કાર સર્જ્યો છે !

        ઈટાલીના આયર્ન લેડી તરીકેનું બિરૂદ પામે તેવા 101 વર્ષના મારિયા ઓર્સિન્ગહૅર ઈટાલીના સોન્ડરિયો પ્રાંતના સોન્ડાલોમાં રહે છે અને છેલ્લા 10 મહિનામાં તેઓ ત્રણ વખત કોરોનાને હરાવી ચૂક્યા છે. મારિયા છેલ્લા કેટલાક વર્ષોથી પથારીવશ છે અને તેઓ શ્રવણશક્તિ પણ ગૂમાવી ચૂક્યા હોવાથી તબીબી સ્ટાફ તેમજ તેમની ત્રણ દિકરીઓ સાથે વાતચીત કરવામાં તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, પણ તેમની જિજીવિષા જબરજસ્ત છે.

(5:53 pm IST)