Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

અમેરિકાના નેવાડાથી 24 કિલોમીટર દૂર 5.2ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: અમેરિકામાં કોરોના વાયરસના ફેલાવા વચ્ચે મંગળવારે નેવાડાથી 24 કિલોમીટર દૂર નેવાડામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.2 માપવામાં આવી છે. યુએસ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ)એ મંગળવારે જણાવ્યું હતું કે, અમેરિકાના સમય મુજબ 23:32 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હાલ જાનહાનિ અને સંપત્તિના નુકસાન વિશે કોઈ માહિતી નથી. અમેરિકામાં કોરોનાના રેકોર્ડબ્રેક કેસો સામે આવી રહ્યા છે. અમેરિકામાં એક દિવસમાં બે લાખ કોરોના કેસ નોંધાયા છે, જે પછી સ્થિતિ ગંભીર બની ગઈ છે. કોરોના વાયરસે અત્યાર સુધીમાં 14,65,027 લોકોને મારી નાખ્યા છે

(5:53 pm IST)